newsdog Facebook

25 વર્ષ નાના અભિનેતા સાથે રોમાન્સના સીન કરી અફસોસ કરી રહી છે તબુ, કહ્યું-મને નહોતી ખબર…

Sandesh 2020-07-30 10:53:00

તબ્બુ બોલિવૂડની એક એવી એક્ટ્રેસ છે જેનું પાત્ર હંમેશા મહત્વનું રહે છે. ત્યારે હાલમાં વેબ સિરીઝ ‘ધ સ્યૂટેબલ બોય’નો પહેલો એપિસોડ રિલીઝ થઈ ગયો છે. જ્યારથી રીલિઝ થયો ત્યારથી તબ્બુ અને ઇશાન ખટ્ટરનો કિસિંગ સીન ભારે ચર્ચામાં છે. તબ્બુ આ સિરીઝમાં ડાન્સર સઈદા બાઇનું પાત્ર ભજવી રહી છે. ઇશાન ખટ્ટર અને તેની વચ્ચે હોટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. 49 વર્ષની ઉંમરે તબ્બુએ 25 વર્ષ નાના ઇશાન ખટ્ટર સાથે કિસિંગ સીન કરીને હાહાકાર મચાવી દીધો છે.

મળતી માહિતી પ્રમાણે જ્યારે આ ભૂમિકા વિશે તબ્બુને કહેવામાં આવ્યું તો ના પાડી શકી નહીં. ટ્રેલર અને પ્રથમ એપિસોડ રિલીઝ થયા બાદ હવે તબ્બુ પણ વિચારી રહી છે. તેણે એક વેબ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે આટલી મોટી સિરીઝમાં દરેકને ફક્ત તેનો કિસિંગ સીન જ કેમ યાદ રહે છે. તબ્બુને ખબર હતી કે આ શોમાં તેનું પાત્ર થોડું ઉત્તેજક છે. 25 વર્ષ નાના અભિનેતા ઇશાન સાથે લવ મેકિંગ સીન છે એનો પણ તબ્બુનો પુરો ખ્યાલ હતો.

તબ્બુએ ત્યારે કલ્પના પણ કરી નહોતી કે આ સીન સિરીઝની હાઈલાઈટ બનશે. લગભગ 17 વર્ષ અગાઉ એક હોરર ફિલ્મ ‘હવા’ રિલીઝ થયા પછી પણ તબ્બુની હાલત કંઈક આવી જ થઈ હતી. તબ્બુએ ફિલ્મ ‘હવા’માં હિરોઇનની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં એક પ્રેતાત્મા તબ્બુના પ્રેમમાં પડે છે અને તે દરરોજ રાત્રે તબ્બુના બેડ પર તેને પ્રેમ કરવા હાજર થઇ જાય છે. ભૂત સાથેનો પ્રેમ સંબંધ આ ફિલ્મમાં એવી રીતે દર્શાવવામાં આવ્યો હતો કે તે હોરરને બદલે બી ગ્રેડની ફિલ્મ બની હોય. ત્યારે પણ તબ્બુને પસ્તાવો થયો હતો.

આ વીડિયો પણ જુઓ: LAC પર ભારતની તૈયારી


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન