newsdog Facebook

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સને લાગશે આંચકો, 12 વર્ષ બાદ આ એક્ટ્રેસ શૉને કહેશે અલવિદા

GSTV 2020-07-30 16:45:15

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીવી પર ફરીથી વાપસી થઇ ગઇ છે. લોકડાઉન દરમિયાન શૂટિંગ બંધ હતુ, નવા એપિસોડ આવ્યા ન હતાં. હવે શોની વાપસી થઇ છે પરંતુ શો માટે કેટલીક મુશ્કેલી ઉભી થઇ શકે છે. કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે શોમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ શો છોડી શકે છે. નેહા મહેતા શૉમાં તારક મહેતાની પત્ની અંજલી મહેતાનું પાત્ર ભજવે છે.

હાલ 28 જુલાઇએ જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ પૂરા થયા છે. અંજલિનો રોક કરનારી નેહા શરૂઆતથી જ આ શૉમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહા મહેતાએ શો છોડવા વિશે મેકર્સ સાથે વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે નેહા મહેતા કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે શો માટે સેટ પર નવા એપિસોડ માટે પહોંચી શકે તેમ નથી. જણાવી દઇએ કે તારક મહેતાની ટીમે 10 જુલાઇથી મુંબઇ સ્થિત સેચ પર શુટિંગ ફરીથી શરૂ કર્યુ છે.

શૉમાં અંજલિ મહેતાનો રોલ છે મહત્વપૂર્ણ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેકાનો રોલ ખૂબ જ ખાસ છે. શૉની શરૂઆતથી જ તે તારક મહેતાની પત્નીના કિરદારમાં છે. તારક મહેતાની સાથે તેની હળવી તકરાર ફેન્સને પસંદ આવે છે. સાથે જ એટીએમ સ્પેશિયલ હેલ્થ ડાયટને લઇને અંજલિની તારક મહેતા સાથે તકરાર થતી રહે છે.

સોઢી પણ શો છોડે તેવી ચર્ચા

તેની પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ પણ શો છોડી રહ્યો છે તેવી ખબર આવી હતી, જો કે શો મેકર અસિત મોદીએ તેને અફવા ગણાવી હતી અને તેમણે આ રિપોર્ટને નકારી કાઢ્યા હતાં.

Read Also