newsdog Facebook

કોરોનાકાળમાં દાંત દુ:ખે છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

Vtv News 2020-07-30 16:35:59
  • દાંતને મજબૂત રાખવા માટે અપનાવો ઉપાય
  • ઘરગથ્થુ ઉપચાર માટે આ નુસ્ખા અસરદાર
  • દાદીમાના નુસ્ખા અપાવશે આરામ

 

દાંતનો દુખાવો ઘણા કારણો હોઇ શકે, તમે જો યોગ્ય રીતે બ્રશ ન કરો તો પણ તમારા મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા સર્જાય છે. દાંતમાં સડો થવાની સંભાવનાઓ પણ રહે છે. આ દરેક સમસ્યાથી છૂટકારો મેળવવો હોય તો આ ઘરગથ્થુ ઉપચાર આજમાવો. 

દાંતમાં દુખાવો થાય તો પાણીને ગરમ કરો અને તેમાં મીઠુ નાંખીને તેના કોગળા કરવાથી આરામ મળે છે. તે સિવાય આ ગરમ પાણીને મોઢામાં ભરી રાખીને શેક કરો જેથી દાંતનું સંક્રમણ ઓછુ થશે. 

જો તમારા દાંતમાં દુખાવો થાય છે તો લવિંગને દાંતની વચ્ચે દબાવીને રાખો, તેનાથી દુખાવામાં ઘણો આરામ મળશે. લવિંગમાં ઘણી માત્રામાં એનેસ્થેટિક અને એનલગેસિક ગુણ હોય છે જે દર્દને દૂર કરે છે. દિવસમાં બે થી ત્રણ વખત લવિંગને રાખો

લસણ પણ દાંતના દુખાવામાં અસરકારક છે, લસણને ફોલીને તે કળીને ચાવી જાઓ જેથી દુખાવામાં રાહત મળશે. 

ડુંગળીમાં એંટીસેપ્ટીક ગુણ હોય છે જે દાંતના દુખાવામાં રાહત અપાવી શકે છે. તેને કાચી ખાવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. જો તમને તમારા દાંતમાં વધુ દુખાવો હોય તો તમે તેને કાચી નહી ખાઈ શકો તો તમે તેનો રસ નીકાળીને દાંતમાં નાંખો.