newsdog Facebook

હવે આ એક્ટરે તેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી, તે પણ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો

GSTV 2020-07-30 15:15:38

મરાઠી અભિનેતા આશુતોષ ભાકરેએ મુંબઈમાં પોતાના નિવાસે કથિત રીતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે. તે મરાઠાવાડાના નાંદેડ ક્ષેત્રમાં રહેતો હતો. 32 વર્ષીય આશુતોષે પણ સુશાંતની માફક જ જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસે માહિતી આપી હતી કે બુધવારે આશુતોષના માતા પિતા ગણેશ નગર વિસ્તારમાં તેના ફ્લેટ પર ગયા તો તેમણે અભિનેતાની લાશ લટકતી જોઈ હતી.

ભાકરે મરાઠી અભિનેત્રી  મયૂરી દેશમુખના પતિ હતા. તેણે ભાકર અને ઇચાર ઠરલા પક્કા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ભાકરે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો.  હવે આ મામલાની તપાસ થઈ રહી છે.

શું બ્યૂટી લવર છે તમારી બહેન ? તો રક્ષાબંધન પર આપો આ સરપ્રાઈઝ ગીફ્ટ

READ ALSO