newsdog Facebook

રામમંદિરનું ભૂમિપુજન : માત્ર આરએસએસ-ભાજપનો પ્રસંગ, દેશની તમામ પાર્ટીઓને કરાઈ એવોઈડ

GSTV 2020-07-30 13:00:27

રામ મંદિરના ભૂમિ પુજન માટે કોંગ્રેસના એક પણ નેતાને નહીં બોલાવવા બદલ કોંગ્રેસે રામ મંદિર ટ્રસ્ટની ભારે ટીકા કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે જાણે આ પ્રસંગ માત્ર ભાજપ-આરએસએસ માટે જ બની ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ભાજપે એજન્ડાને ચોરી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસે રામ મંદિર ટ્રસ્ટની ભારે ટીકા કરી

ભૂમિ પુજન માટે મોદી, અડવાણી, જોશી, મોહન ભાગવત સહિત સંઘ પરિવારના અનેક લોકોને આમંત્રિત કરાયા હતા. તેઓ કહે છે કે ગયા વર્ષે આવેલા સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી કોંગ્રેસે કારોબારી સમિતિએ ચૂકાદાને આવકારતો એક ઠરાવ પસાર કર્યો હતો. તેમ છતાં કોંગ્રેસના એક પણ નેતાને આમંત્રણ આપ્યું નથી.

ભૂમિ પુજન માટે મોદી, અડવાણી, જોશી, મોહન ભાગવત સહિત સંઘ પરિવારના અનેક લોકોને આમંત્રિત કરાયા

કોંગ્રેસના પ્રમુખ અને રાયબરેલાના સાંસદ સોનિયા ગાંધીને પણ બોલાવાયા નથી. વિરોધ પક્ષમાંથી માત્ર બસપાના સાંસદ રિતેશ પાંડેને જ બોલાવવામાં આવ્યા છે જેઓ અયોધ્યાની આંબેડકર બેઠકનું પ્રતિનીધીત્વ કરે છે એમ કોંગ્રેસના સલમાન ખુરશીદે કહ્યું હતું.