newsdog Facebook

બિગ બીનો ગુસ્સો હજી શાંત થયો નથી, લખ્યું જેટલા દબાશો તેટલા વધારે દબાવશે

GSTV 2020-07-30 12:32:58

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કોરોનાગ્રસ્ત છે અને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમણે તાજેતરમાં જ મુનશી પ્રેમચંદન કેટલીક લાઇન સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેના પરથી અનુમાન કરવામાં આવે છે કે હોસ્પિટલમાં તેઓ મુનશી પ્રેમચંદનું સાહિત્ય વાંચી રહ્યા છે.

બિગ બીએ ધમકાવ્યા ટ્રોલર્સને

જોકે અમિતાભે અન્ય એક ટ્વિટ કરી છે જેના પરથી લાગે છે કે તેમનો ગુસ્સો હજી શાંત થયો નથી. તાજેતરમાં  જ તેમણે ટ્રોલર્સ અને હેટર્સને ધમકાવ્યા હતા. તેમાં તેમણે એવી ચેતવણી આપી હતી કે તમારો નાતો અમિતાભ સાથે પડ્યો છે અને હવે તમે ચેતીને ચાલજો.

હેટર્સ સામે બિગ બીએ ફરીથી તલવાર તાણી

હકીકતમાં અમિતાભ બચ્ચનની બીમારી બાદ સમગ્ર દેશમાં  તેમના કરોડો ફેન્સ તેમના આરોગ્ય માટ પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે કેટલાક હેટર્સે એમ લખ્યું હતું કે અમે આશા રાખીએ કે તમારું મૃત્યુ થાય. હવે એ જ હેટર્સ સામે બિગ બીએ ફરીથી તલવાર તાણી છે. તેમણે લખ્યું હતું કે આ દુનિયામાં ગાય બનવાથી કામ ચાલશે નહી તમે જેટલા દબાશો તેટલી જ આ દુનિયા તમને વધારે દબાવવાનો પ્રયાસ કરશે.

T 3609 – संसार में गऊ बनने से काम नहीं चलता, जितना दबो, उतना ही दबाते हैं।

– प्रेमचंद

— Amitabh Bachchan (@SrBachchan) July 29, 2020

આ ટ્વિટ પર લોકો ખૂબ લાઇક કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે તમારી વાત સાચી છે અને આપણે આપણા હાડકા મજબૂત બનાવવા પડશે. એવી પણ શું મજબૂરી છે કે મોંઘા પેટ્રોલ કે ડિઝલ પર જોક પણ બનાવી શકાય નહીં. આ ઉપરાંત ઘણા ફેન્સે બિગ બીની ટ્વિટ પર પોતાના વિચારો પ્રગટ કર્યા છે.

MUST READ: