newsdog Facebook

અંબાલામાં છેલ્લી ઘડીએ રાફેલની આ કારણે લેન્ડિંગની બદલાઈ હતી દીશા, આ હેલિકોપ્ટરે આપ્યા હતા આ સંકેત

GSTV 2020-07-30 11:53:24

અંબાલામાં રાફેલનું લેન્ડીંગ સુરક્ષિત રીતે કરવાનું કામ ભારતીય હવાઇ દળ માટે એક પ્રકારના પડકાર જેવું હતું. રાફેલના સુરક્ષિત લેન્ડીંગ માટે ભારતીય હવાઇદળે ચુસ્ત પ્લાનિંગ કર્યું હતું. આ પ્લાનિંગના મૂખ્ય સૂત્રધારની જવાબદારી ચિતા હેલિકોપ્ટર પર હતી. રાફેલ વિમાનો અંબાલામાં લેન્ડીંગ કરે એ પહેલાં હવાઇ દળના ચિતા હેલિકોપ્ટરે આસમાનમાં ફરીને લોકેશનની રેકી કરી હતી.

છેલ્લી ઘડીએ બદલાઈ લેન્ડિંગની દિશા

વહેલી સવારથી ચિતા હેલિકોપ્ટર પરિસ્થિતિનો ક્યાસ કાઢી રહ્યું હતું. રાફેલના લેન્ડીંગની માત્ર છેલ્લી વીસ મિનિટ પહેલાં ચિતાએ રેકી અભિયાનનું સમાપન કર્યું હતું. ચિતા હેલિકોપ્ટરની રેકીના પગલે છેક છેલ્લી ઘડીએ રાફેલના લેન્ડીંગની દિશા હવાઇ દળે બદલી નાખી હતી. ચિતાને પોતાની રેકી દરમિયાન શું જાણવા મળ્યું હતું?

રાફેલ જોવા લોકો ચઢી ગયા હતા ધાબે

અગાઉ નક્કી થયું હતું કે ભારતીય હવાઇ દળનાં બીજા બધાં વિમાનો કરે છે એમ રાફેલનું લેન્ડીંગ પશ્ચિમ દિશાએથી કરશે. પરંતુ પ્રતિબંધો લાદવા છતાં હવાઇ દળના અંબાલા મથકની આસપાસના તમામ રહેવાસીઓ રાફેલ જોવા માટે પોતપોતાના મકાનના ધાબે ચડી ગયા હતા. એ જ સમયે પશ્ચિમ દિશામાં પંખીઓનાં ટોળાં પણ ઊડતાં દેખાયાં હતાં.

નેશનલ હાઇવે પર પણ થયો હતો ટ્રાફિક જામ

આટલું ઓછું હોય તેમ હવાઇ દળના અંબાલા મથકની અડોઅડ આવેલા નેશનલ હાઇવે નંબર વન પર પણ રાફેલ જોવા માગતા લોકોએ ટ્રાફિક જામ કરી દીધો હતો અને ઘણા ઉત્સુક લોકો તો પોતાની કારની છત પર ચડીને હવાઇ મથકની અંદર જોવા ડોકિયાં કરતા હતા. આમ તો હવાઇ મથકની ચારેબાજુ ઊંચી દિવાલો છે. લોકો પોતાના વાહનની છત પર ચડીને દિવાલની પેલે પાર જોવા મથી રહ્યા હતા. આ બધી બાબતો ચિતા હેલિકોપ્ટરની રેકીમાં ઝડપાઇ ગઇ હતી.

પૂર્વ દિશામાં કરાયું લેન્ડિંગ

ચિતાના પાઇલટે હવાઇ દળના વરિષ્ઠ અધિકારીઓને આ માહિતી આપતાં તરત રાફેલના લેન્ડીંગની દિશા બદલી નાખવામાં આવી હતી. રાફેલને પૂર્વ દિશામાં લેન્ડીંગ કરાવાયું હતું. એ તરફ હવાઇ દળની બરાકો અને હવાઇ દળનો બેઝ કેમ્પ છે. રાફેલની પહેલાં ભારતીય હવાઇ દળના વડાનું વિમાન આવ્યું એણે પણ પશ્ચિમ દિશામાંથી લેન્ડીંગ કર્યું હતું.

MUST READ: