newsdog Facebook

'ધ સ્યૂટેબલ બોય'માં ઇશાન ખટ્ટર સાથેના કિસિંગ સીન પર હવે તબ્બુને થઇ રહ્યો છે પસ્તાવો, હૉટ કેમેસ્ટ્રી છે ચર્ચામાં

GSTV 2020-07-30 11:38:35

મીરા નાયરની વેબ સિરીઝ ‘ધ સ્યૂટેબલ બોય’નો પહેલો એપિસોડ રિલીઝ થયો છે ત્યારથી તબ્બુ અને ઇશાન ખટ્ટરનો કિસિંગ સીન ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. તબ્બુ આ સિરીઝમાં ડાન્સર સઈદા બાઇનું પાત્ર ભજવી રહી છે. ઇશાન ખટ્ટર અને તેની વચ્ચે હોટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. 49 વર્ષની ઉંમરે તબ્બુએ આવી ભૂમિકા કેમ સ્વીકારી જેમાં તેણે પોતાના કરતાં લગભગ પચીસ વર્ષ નાના એવા ઇશાન ખટ્ટર સાથે કિસિંગ સીન કરવો પડે? તબ્બુ એવી એક્ટ્રેસ છે જેના માટે પાત્ર હંમેશા મહત્વનું રહે છે. મીરા નાયરની સાથે તે ‘ધ નેમસેક’ ફિલ્મમાં પણ તે કામ કરી ચુકી છે.

તબ્બુ અને ઇશાનનો આ સીન છે ચર્ચામાં

જ્યારે મીરાએ આ ભૂમિકા વિશે તબ્બુને કહ્યું ત્યારે તે ના પાડી શકી નહીં. ટ્રેલર અને પ્રથમ એપિસોડ રિલીઝ થયા બાદ હવે તબ્બુ આશ્ચર્યચકિત છે અને જણાવે છે કે આટલી મોટી સિરીઝમાં દરેકને ફક્ત તેનો કિસિંગ સીન જ યાદ રહ્યો. તબ્બુ જાણતી હતી કે તેની ભૂમિકા ઉત્તેજક છે અને તેના ઇશાન સાથે લવ મેકિંગ સીન પણ છે, પરંતુ તેણે કલ્પના પણ કરી નહોતી કે આ સીન સિરીઝની હાઈલાઈટ બનશે.

લગભગ 17 વર્ષ અગાઉ એક હોરર ફિલ્મ ‘હવા’ રિલીઝ થયા પછી પણ તબ્બુની કાંઇક આવી જ સ્થિતિ હતી. તબ્બુએ ફિલ્મ ‘હવા’માં હિરોઇનની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં એક પ્રેતાત્મા તબ્બુના પ્રેમમાં પડે છે અને તે દરરોજ રાત્રે તબ્બુના બેડ પર તેને પ્રેમ કરવા હાજર થઇ જાય છે. ભૂત સાથેનો પ્રેમ સંબંધ આ ફિલ્મમાં એવી રીતે દર્શાવવામાં આવ્યો હતો કે તે હોરરને બદલે બી ગ્રેડની ફિલ્મ બની હોય તેવો અહેસાસ થતો હતો. આ ફિલ્મની રિલીઝ પછી તબ્બુ મીડિયાથી બચવા માટે ત્રણ મહિના ગાયબ રહી હતી. ત્યારબાદ તબ્બુએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે ક્યારેય આવી ભૂમિકા નહીં કરે.

Read Also