newsdog Facebook

ગાવસ્કરને 42 વર્ષથી નથી મળ્યો એક સવાલનો જવાબ, એક ઝાટકે BCCIએ બધુ છીનવી લીધુ

Sandesh 2020-06-30 07:35:00

માત્ર ભારતીય ક્રિકેટ જ નહી વૈશ્વિક ક્રિકેટની જ્યારે પણ વાત થશે તો પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું નામ ઉચ્ચ ખેલાડીઓમાં સામેલ થશે. ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારા સુનીલે જ પ્રથમવાર મહાન ડૉન બ્રેડમેનથી આપવામાં આવેલ 29 સદીના શિખરોને પણ પાર કર્યું હતું. ક્રિકેટથી સંન્યાસ લીધા બાદથી જ સુનીલે દીગ્ગજ મીડિયા હાઉસોના પસંદગીના કોમેન્ટેટર તરીકે કામ કરતા રહ્યા છે અને તેમની વાતથી કદાચ કોઇ ક્રિકેટ પ્રશાસન અથવા ખેલાડી રહ્યું હશે જેમને તેમને ગંભીરતાથી લીધા નહી હોય. આવામાં આ મહાન ક્રિકેટરને પણ 42 વર્ષથી પોતાના એક સવાલનો જવાબ મળ્યો નથી. આ સવાલ છે કે 1978-79માં અજેય ગણાતી વેસ્ટઇન્ડીઝની ટીમ વિરૂદ્ધ સીરીઝ જીતવા છતા તેમના હાથમાંથી કેપ્ટનશીપ કેમ છીનવી લેવામાં આવી.

સિરીઝમાં માટે સૂકાની તરીકે જ નહી બેટિંગમાં પણ સફળ હતા સુનીલ

ક્લાઇવ લોયડની કપ્તાનીમાં વેસ્ટઇન્ડીઝની ટીમ તે સમયે વર્લ્ડ ચેમ્પિયન હતી અને તેમને ખુબ જ ખોફનાક માનવામાં આવતા હતા. તે છતા ટીમ ઇન્ડિયાએ પોતાના ઘરમાં રમેલ સિરીઝમાં કેરેબિયાઇ તોફાનને રોક્તા છ મેચની સિરીઝમાં 1-0થી સિરીઝ હાંસલ કરી હતી. સુનીલ ગાવસ્કરે આગળ આવી ટીમની આગેવાની કરતા 700થી વધારે રન બનાવ્યા હતા. આ પ્રમાણે સુનીલ સૂકાની તરીકે જ નહી પરંતુ બેટિંગમાં પણ સફળ રહ્યા હતા. તે છતા પસંદગીકર્તાઓએ મનમાની કરતા સિરીઝ બાદ ગાવસ્કરના સ્થાને દિગ્ગજ ઓફ સ્પિનર એસ. વેંકટરાઘવનને ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવી દીધા હતા.

સુનીલ ગાવસ્કરે એક અગ્રેજી સમાચાર પત્રમાં લખેલ કોલમમાં સવાલ ઉઠાવ્યો કે,’વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ 1-0થી સિરીઝ જીત્યા બાદ પણ મને કપ્તાની કરતા હટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે આ સિરીઝમાં મેં 700થી વધુ રન બનાવ્યા હતા. મને અત્યાર સુધી આ સવાલનો જવાબ નથી મળ્યો. કદાચ તે સમયે હું કૈરી પૈકર વર્લ્ડ સિરીઝ ક્રિકેટ સાથે જોડાવા તૈયાર હતો. એટલા માટે હટાવી દીધો હોયય પરંતુ પસંદગી પહેલા મેં મારી વફાદારી દેખાડતા બીસીસીઆઇની સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો હતો.’

કેટલાક વિશેષજ્ઞ એવું માને છે કે, આ સિરીઝ માટે ગાવસ્કરનો દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીને ટીમમાં બનાવી રાખવા માટેનો તેમનો નિર્ણય પસંદગીકારોને પસંદ આવ્યો ન હતો અને તેના કારણે જ તેમને કપ્તાનીનું પદ ગુમાવાનો વારો આવ્યો. ગાવસ્કરે પણ બેદી સાથે સંકળાયેલા ઘટનાક્રમો ઉલ્લેખ કર્યો છે.

આ વીડિયો પણ જુઓ: 5 મિનિટ 10 વાયરલ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન