newsdog Facebook

હવે મમતા બેનરજીએ કરી જાહેરાત, બંગાળ સરકાર જૂન 2021 સુધી આપશે મફત રાશન

Sanjsamachar 2020-06-30 07:32:00

કોલકાતા: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યુ હતું. PM મોદીએ ગરીબો માટે મફત રાશનની યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી.
પીએમની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પોતાના રાજ્ય માટે કેટલીક યોજનાઓની જાહેરાત કરી છે.
મમતા બેનરજીએ ફ્રી રાશનની યોજનાને પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે જૂન સુધી ચાલુ રાખવાની વાત કહી છે.
મમતા બેનરજીએ રાજ્યમાં એક જુલાઇથી શરૂ થઇ રહેલા અનલૉક-2 માટે કેટલીક છૂટ પણ આપી છે. સાથે જ ખાનગી બસ ઓપરેટર્સને ચેતવણી આપી છે કે ભાડુ વધારવાની માંગને છોડી દે.