newsdog Facebook

હવે દુશ્મનોની ખૈર નથી: ભારતીય નેવીમાં સામેલ થઇ ટોરપિડો વિધ્વંસક 'મારીચ', આ છે તેની ખાસિયત

GSTV 2020-06-30 08:27:22

સ્વદેશમાં બનેલી ટોરપિડો સિસ્ટમ મારીચ ભારતીય નૌકાદળમાં શામેલ કરવામાં આવી છે. ટોરપિડો એ પાણીમાં પ્રવાસ કરી શકતો એક પ્રકારનો બોમ્બ છે, જે દુશ્મન જહાજ કે સબમરિનના પડખામાં મોટુ કાણુ પાડી તેને ડૂબાડી શકે છે.ભારતની આ ટોરપિડો સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલમેન્ટ લેબોરેટરીએ વિકસાવી છે. ભારતના મોટા ભાગના નૌકા-જહાજો અને સબમરિનમાંથી આ ટોરપિડો ફાયર કરી શકાય એમ છે. વધુમાં આખી સિસ્ટમ હોવાથી દુશ્મન ટોરપિડોનો હુમલો આવી રહ્યો હોય તો તેની જાણકારી પણ આપી શકે છે.

એન્ટિ-ટોરપિડો સિસ્ટમ હોવાથી એ આવી રહેલા દુશ્મન ટોરપિડોને ગેરમાર્ગે દોરી શકે છે. ભારતે હિન્દ મહાસાગરમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. સામાન્ય દિવસો કરતાં વધુ નૌકાદળના જહાજો અને સબમરિનો પેટ્રોલિંગ કરી રહી છે. વધુમાં જાપાન-અમેરિકા-ઓસ્ટ્રેલિયા જેવા હિન્દ મહાસાગરમાં હાજરી ધરાવતા દેશો પણ મદદ કરી રહ્યા છે.

ભારતે સરહદે ઘાતક કમાન્ડો તૈનાત કર્યા

ચીનને તમામ સ્તરે પહોંચી વળવા ભારતની તૈયારી છે. ભારતે હવે સરહદે વિશેષ તાલીમ પામેલા અને જગતના સૌથી સક્ષમ પૈકીના એક ગણાતા ઘાતક કમાન્ડો પણ સરહદે મોકલી દીધા છે.

ઘાતક કમાન્ડો એ ભારતીય સેનાની વિશેષ તાલીમ સજ્જ ટુકડી છે અને ખાસ પ્રકારના મિશન વખતે જ તેમને જવાબદારી સોંપવામાં આવે છે. સરહદ પાર કરીને કોઈ મિશન પાર પાડવાનું હોય ત્યારે આવા કમાન્ડો કામ લાગે છે. ઈન્ડિયન આર્મીની સ્પેશિયલ ફોર્સને અપાતી તાલીમ ઉપરાંત 43 દિવસની વધારાની તાલીમ ઘાતક ટુકડીએ લીધી હોય છે.

આ તાલીમ દરમિયાન તેેમણે 35 કિલોગ્રામ વજન ઊંચકીને 40 કિલોમીટર નોન-સ્ટોપ દોડવાનું હોય છે. ગમે તેવા સંજોગોમાં કેમ ટકી રહેવું, ખોરાક-પાણી વગર કેમ જીવવું, દુશ્મન વિસ્તારમાં કેમ ટકી રહેવું, જંગલમાં કેમ સંતાઈ રહેવું, સંખ્યાબંધ હિથયારો સાથે કલાકો સુધી હલ્યા-ચલ્યા વગર કેમ પડયા રહેવું..વગેરે તાલીમ તેમને આપવામાં આવી હોય છે.

તેઓ શારીરિક રીતે સજ્જ હોય છે, સાથે સાથે ગમે તેવા સંજોગોને પહોંચી વળવા માનસિક રીતે પણ તૈયાર હોય છે. ડિસેમ્બર 2017માં ઘાતક કમાન્ડોએ એલઓસી ઓળંગીને ભારતીય સૈન્યના ચાર સૈનિકોની હત્યા કરનારા પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો. સર્જીકલ સ્ટ્રાઈક વખતે પણ ઘાતક કમાન્ડોનો કેટલોક રોલ રહ્યો હતો.

ભારત-ચીન વચ્ચે આજે વધુ એક લશ્કરી બેઠક

ભારત અને ચીન વચ્ચે આજે લેફ્ટનન્ટ જનરલ કક્ષાની ત્રીજી બેઠક યોજાશે. આ પહેલા બે બેઠક મે અને 22મી જૂને યોજાઈ હતી. ચીને દરેક બેઠકમાં સહયોગની તૈયારી દર્શાવી છે, પરંતુ તેનો અમલ કર્યો નથી. અગાઉની બન્ને બેઠક એલએસીની ચીની બાજુએ યોજાઈ હતી. આ વખતની બેઠક લાઈન ઑફ એક્ચ્યુલ કન્ટ્રોલની ભારતીય બાજુએ સવારે 10-30 આસપાસ યોજાવાની શક્યતા છે. ભારત તરફથી પ્રતિનિિધમંડળની આગેવાની 14મી કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંહ લેશે.

તિબેટમાં ચીને માર્શલ આર્ટ નિષ્ણાતો મોકલ્યા

ભારત-ચીન વચ્ચે ગલવાનમાં હાથોહાથની લડાઈ થઈ હતી. આવા સંજોગો ફરીથી આવે તો.. એ માટે ચીને તૈયારી આરંભી દીધી છે. ચીને કેટલાક મિક્સ્ડ માર્શલ આર્ટના એક્સપર્ટને તિબેટના પાટનગર લ્હાસામાં મોકલ્યા છે. ત્યાં તેઓ ચીની સૈનિકોને હાથોહાથની લડાઈ થાય તો કઈ રીતે પહોંચી વળવું તેની તાલીમ આપે તેની સંભાવના છે. ચીન અને જાપાનની માર્શલ આર્ટ પ્રથા જગતભરમાં જાણીતી છે, જેમાં શરીરને લડવા માટે સજ્જ કરવાનું હોય છે. વિવિધ દેશો પાસે પોતપોતાની માર્શલ આર્ટ્સ છે. ચીને કોઈ એક નહીં પણ વિવિધ માર્શલ આર્ટ્સ્ના નિષ્ણાતોને એલએસી પર મોકલવા સજ્જ કર્યા છે.

ચીને ભારતના રેડિયો સિગ્નલ જામ કર્યા

ઓલ ઈન્ડિયા રેડિયોની ચાઈનિઝ મેન્ડેરિન ભાષામાં પણ સર્વિસ છે. ચીનની ગરબડનું ઓલ ઈન્ડિયા રેડિયોએ ચાઈનિઝ ભાષામાં પ્રસારણ શરૂ કર્યું હતું. પરંતુ હવે ચીને ભારતીય રેડિયોના સિગ્નલ જામ કરી દીધા છે. જેથી ઓલ ઈન્ડિયા દ્વારા થતું પ્રસારણ ચીની લોકો સુધી પહોંચી શકતું નથી. ઓલ ઈન્ડિયા ઉપરાંત તિબેટિયન રેડિયોનું પ્રસારણ પણ ચીને અટકાવ્યું છે.

નેપાળી આર્મીએ બિહાર સરહદે ચીની તંબુ તાણ્યા

બિહારની નેપાળને સ્પર્શતી સરહદ પર નેપાળની સતત દખલગીરી વધી રહી છે. અત્યાર સુધી જ્યાં કોઈ લશ્કરી પોસ્ટ ન હતી ત્યાં નેપાળી આર્મીએ ચોકીઓ ઉભી કરી દીધી છે. એટલું જ નહીં નેપાળે ખડકેલા તંબુ ચીની બનાવટના છે. સશસ્ત્ર સીમા બલના અિધકારીઓનું કહેવું છે કે આ તંબુ સંભવત નેપાળના ભુકંપ વખતે ચીને આપ્યા હતા એ હશે. 2015માં ભુકંપ આવ્યો ત્યારે ભારતની માફક ચીને પણ તંબુ સહિતની સહાય કરી હતી. નેપાળ એ તંબુનો ઉપયોગ હાલ સરહદે ચોકીઓ ઉભી કરવા કરી રહ્યું છે. લોકડાઉનની સિૃથતિનો લાભ ઉઠાવીને નેપાળે બિહાર સરહદે કેટલીક નવી ચોકીઓ ઉભી કરી હતી.

Read Also