newsdog Facebook

શહેરનાં મધ્યઝોનમાંથી એક નવા પશ્ચિમ ઝોનમાંથી બાવન કેસોની સાથે છેલ્લા 24 કલાકમાં કુલ 222 કેસો નોંધાયા

GSTV 2020-06-30 08:27:16

સમગ્ર રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે ગુજરાતનાં અમદાવાદમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. અમદાવાદમાં કોરોનાના નવા એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આંક બે-ત્રણ દિવસ 200ની અંદર રહ્યા બાદ આજે વધીને 222નો થયો છે. જો કે મૃત્યુઆંક ફરી 10ની અંદર જઇને 9નો થયો છે. બીજી તરફ 150 દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થઈ જતા તેમને જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મ્યુનિ.ની હદ બહાર 14 દર્દીઓ નોંધાયા છે. શહેરમાં જીલ્લાના વિસ્તાર સાથે કુલ દર્દીઓની સંખ્યા 20716ની થઇ ગઇ છે. તેમજ અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 3532ના આંકડાને આંબી ગયો છે.

કયા ઝોનમાં કેટલાં દર્દી, કેટલાં મૃત્યુ ?

ઝોનનવા કેસકુલ દર્દીવધુ મૃત્યુકુલ મૃત્યુએકટિવ કેસ
મધ્યઝોન140071359191
પશ્ચિમ ઝોન3930294158645
ઉત્તરપશ્ચિમ ઝોન201152137412
દક્ષિણ પશ્ચિમ ઝોન321267268435
ઉત્તર ઝોન3335752276438
પૂર્વ ઝોન4629852237376
દક્ષિણ ઝોન2736661252439
કુલ198196811313872936

શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 222 કેસો નોંધાયા

બીજી તરફ શહેરના તમામ વિસ્તારોમાં સંક્રમણમાં સતત વધઘટ થતી રહે છે. જયાં 4007 દર્દી નોંધાયા હતા, 359 મૃત્યુ થયા હતા તે જમાલપુર, ખાડિયા, કાલુપુર, દરિયાપુર, શાહપુર, અસારવા, શાહીબાગના મધ્યઝોનના વિસ્તારમાં ગઇકાલે આશ્ચર્યજનક રીતે માત્ર 1 જ કેસ નોંધાયો છે. જયારે બોડકદેવ, સેટેલાઇટ, વેજલપુર, થલતેજ, ગોતા, મકતમપુરા, ઘાટલોડિયા, ચાંદલોડિયાના નવા પશ્ચિમના વિસ્તારોમાં સૌથી વધુ બાવન લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સતત દસ દિવસ સુધી આગળ રહેલા પશ્ચિમ ઝોનના પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, નવાવાડજ, રાણીપના વિસ્તારોમાં ઘટીને 39 દર્દીઓ મ્યુનિ.ના ચોપડે નોંધાયા છે.

પશ્ચિમ ઝોનના પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, નવાવાડજ, રાણીપના વિસ્તારોમાં ઘટીને 39 દર્દીઓ

જયારે અચાનક પૂર્વઝોનના અમરાઇવાડી, ભાઇપુરા, ગોમતીપુર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, વિરાટનગરમાં કેસો વધીને 46 થઇ ગયા છે. જયારે ઉત્તર ઝોનમાં 33 અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં 27 દર્દી નવા બહાર આવ્યા છે. સંક્રમણની તરાહ એવી છે કે ગઇકાલે મધ્યઝોનમાં 1 જ કેસ નોંધાયો તેની સામે આગામી દિવસોમાં 25-30 કેસ પણ નોંધાઈ શકે. ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદના ઉચ્ચ અધિકારીઓએ ડેપ્યુટી કમિશનરોને આજે વર્ચ્યુલ મીટીંગ યોજીને કન્ટેન્મેન્ટ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આક્રમક સર્વેક્ષણ સાથે ટેસ્ટની સંખ્યા વધારવા સૂચના આપી હતી. એસી ચેમ્બરમાં બેસી રહેતા અધિકારીઓને ફિલ્ડમાં દોડવા કડક સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.