newsdog Facebook

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો પ્રજાને લૂંટવાનો મોદી સરકારનો નવો કીમિયો : સોનિયા ગાંધીનો વાર

GSTV 2020-06-30 08:10:45

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિરૂદ્ધ કોંગ્રેસે શરૂ કરેલા અભિયાનમાં ભાગ લેતા  સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે પેટ્રોલ અને ડીઝલમા સતત વધી રહેલા ભાવવધારાથી પ્રજાનું જીવન વધુ મુશ્કેલ બની ગયું છે.

સોશિયલ મીડિયા પર શરૂ કરાયુ અભિયાન

સોશિયલ મીડિયામાં શરૂ કરવામાં આવેલા અભિયાનમાં પક્ષના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતાં. સરકાર આ ભાવવધારો પરત ખેંચે તે માટે તેમણે લોકોને પણ આ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી હતી. સોનિયા ગાંધીએ ચાલુ વર્ષે માર્ચથી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ પર વધારવામાં આવેલી એકસાઇઝ ડયુટી પણ પરત લઇ તેનો લાભ દેશના લોકોને આપવાની માગ કરી છે.

કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે 2014થી સરકારે ક્રૂડના ઘટેલા ભાવનો લાભ દેશનો લાભ આપવાને બદલે સરકારે 12 વખત એક્સાઇઝ ડયુટી વધારી 18 લાખ કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે લોકડાઉન પછી સરકારે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો કરી 1.3 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.  આજે ડીઝલમાં 13 પૈસા અને પેટ્રોલમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

આજે સાથે જ છેલ્લા ત્રણ સપ્તાહમાં ડીઝલના ભાવમાં 22 વખત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ડીઝલના ભાવમાં કુલ 11.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલના ભાવમાં કુલ 9.17 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 80.38 રૂપિયાથી વધીને 80.43 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 80.48 રૂપિયાથી વધીને 80.53 રૂપિયા થયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 87.14 રૂપિયાથી વધીને 87.19 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 78.71 રૂપિયાથી વધીને 78.83 રૂપિયા થયો છે.

Read Also