newsdog Facebook

ભારત બાદ અમેરિકાએ ચીનને આપ્યો તગડો ઝાટકો, એક ઝાટકે મૂકી દીધો આ પ્રતિબંધ

Sandesh 2020-06-30 07:48:00

ભારતે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમેરિકાએ પણ ચીનને મોટો ઝટકો આપી દીધો છે. હોંગકોંગ પર નેશનલ સિક્યુરિટી એક્ટની જાહેરાત બાદ હવે અમેરિકન મૂળના અત્યાધુનિક રક્ષા સાધનો અને તકનીકીઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મંગળવારે આ પ્રતિબંધોને જાહેર કર્યા.

US ends defence exports to Hong Kong as China pushes for national security bill

Read @ANI Story | https://t.co/Fw7DaJOGmI pic.twitter.com/XiiiDRrULr

— ANI Digital (@ani_digital) June 29, 2020


પોમ્પિયોએ ટ્વિટ કર્યું હતું કે આજે યુ.એસ. હોંગકોંગ પર સંરક્ષણ ઉપકરણો અને ડ્યુઅલ ઉપયોગ સંવેદનશીલ ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ મૂકવા જઇ રહ્યું છે. જો બેઇજિંગ હોંગકોંગને એક દેશ, એક સિસ્ટમ માને છે તો આપણે પણ નિશ્ચિત રીતે સમજવું પડશે. આ અગાઉ પ્રેસ બ્રીફિંગ દરમ્યાન અમેરિકન વિદેશ મંત્રીએ ચીન પર જોરદાર હુમલો કર્યો હતો.

‘અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે નિર્ણય’

અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના હોંગકોંગની સ્વતંત્રતા સમાપ્ત કરવાના નિર્ણયથી ટ્રમ્પ પ્રશાસનને હોંગકોંગને લઇ પોતાની નીતિઓનું ફરીથી મૂલ્યાંકન કરવાની તક આપી છે. ચીન રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ પસાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, આથી અમેરિકા હોંગકોંગને અમેરિકન મૂળના રક્ષા સાધનોનો રોકી રહ્યું છે.

US Secretary of State Mike Pompeo condemned coercive family planning against Uyghurs and said continuous repression of minorities in Xinjiang reflects that the CCP has no respect for human life and basic human dignity.

Read @ANI Story | https://t.co/ZzYU7RVasv pic.twitter.com/YKdhp4E1IA

— ANI Digital (@ani_digital) June 29, 2020


તેમણે કહ્યું કે આ નિર્ણય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે લીધો છે. પોમ્પિયોએ કહ્યું કે હવે આપણે એ ભેદ નહીં કરીએ કે આ સાધન હોંગકોંગને નિકાસ કરવામાં આી રહ્યા છે કે ચીનને. અમે એ વાતનું જોખમ લઈ શકતા નથી કે આ સાધનો અને તકનીકી ચીનીના આર્મી પીપલ્સ લિબરેશન સુધી પહોંચી જાય જેનો મુખ્ય હેતુ કોમ્યુનિસ્ટ પાર્ટીની તાનાશાહીને કોઇપણ રીતે બનાવી રાખવાનો છે.

ચીને વિઝા પર પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી

બીજી તરફ ચીને સોમવારે કહ્યું હતું કે તે હોંગકોંગથી સંબંધિત મુદ્દાઓ પર ‘ખોટું વલણ’ દેખાડનાર અમેરિકન અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લાદશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને પોતાની દૈનિક બ્રીફિંગમાં તેની ઘોષણા કરી, પરંતુ તેમણે વિસ્તૃત માહિતી આપી નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ પગલાંથી માત્ર અમેરિકન સરકારના અધિકારીઓને નિશાન બનાવામાં આવશે કે પછી ખાનગી ક્ષેત્રોના અધિકારીઓ પણ નિશાન પર હશે.

ચીને આ વાત એવા સમયે કહી છે જ્યારે મંગળવારે હોંગકોંગ માટે તેના દ્વારા લાદવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને મંજૂરી મળે તેવી સંભાવના છે. આલોચકોનું કહેવું છે કે આ કાયદાથી હોંગકોંગમાં વિપક્ષની રાજનીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મર્યાદિત થઇ જશે. આ મુદ્દે યુ.એસ.નું કહેવું છે કે તે હોંગકોંગને અપાયેલી અનુકૂળ વેપાર સુવિધાઓનો અંત લાવીને જવાબ આપશે. ઝાઓએ ફરી એકવાર ચીનના વલણને પુનરાવર્તિત કર્યું હતું કે આ કાયદો સંપૂર્ણપણે ચીનની આંતરિક બાબત છે અને કોઈ પણ દેશને તેમાં દખલ કરવાનો અધિકાર નથી.

આ વીડિયો પણ જુઓ : અનલૉક 2ની ગાઈડલાઈન જાહેર


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન