newsdog Facebook

અનલોક-2ની શરૂઆત: 31મી જુલાઇ સુધી સ્કૂલો બંધ, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ છુટ નહીં

GSTV 2020-06-30 07:31:21

ભારતમાં અનલોક-2 એટલેકે તેનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇ ગયો છે. સરકારે આ માટે વિશેષ ગાઇડલાઇન પણ જારી કરી છે. નવી ગાઇડલાઇન મુજબ 31મી જુલાઇ સુધી સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવશે.  ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને પેસેંજર ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવી શકે છે. આઠમી જુનથી ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળોને ખોલવાની જે છુટ આપી હતી તે યથાવત રહેશે. જોકે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ જ છુટછાટ નહીં રહે.

જાહેર સ્થળોને ખોલવાની જે છુટ આપી હતી તે યથાવત રહેશે

એક દુકાને પાંચથી વધુ લોકોની છુટ આપવામાં આવી છે પણ ચોક્કસ માસ્ક જેવા નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. સિનેમા મોલ્સ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, થીયેટર્સ, બાર્સ વગેરેને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ખુલવાની છુટ નહીં આપવામાં આવે સાથે જ આ વિસ્તારમાં મેટ્રો પણ શરૂ નહીં કરાય.

હવાઈ મુસાફરી પર પ્રતિબંધો ચાલુ રહેશે.

તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર પ્રતિબંધો ચાલુ રહેશે. મેટ્રો સેવાઓ બંધ રહેશે. સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આવા તમામ સ્થળો બંધ રહેશે. તમામ પ્રકારના સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ બંધ રહેશે.

સરકારે અનલોક-2.0 માં રાત્રી કર્ફ્યુનો સમય બદલી નાખ્યો

સરકારે અનલોક-2.0 માં રાત્રી કર્ફ્યુનો સમય બદલી નાખ્યો છે. હવે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ કર્ફ્યુ દરમિયાન, કટોકટી સેવાઓ સાથે સંકળાયેલા લોકો, આવશ્યક નોકરી સાથે સંકળાયેલા લોકો, શીફ્ટમાં કામ કરતા લોકો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા માલ સામાનની ફેરફેર કરતા લોકો, ખાલી અને લોડ કાર્ગો, બસ, ટ્રેન અથવા વિમાનથી મુસાફરી કરતા લોકો કે જેઓ પોતાના ગંતવ્ય સ્થળે જઈ રહ્યા છે તે સિવાય દરેકની આવન જાવન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

મેટ્રોને પણ ચલાવવાની મંજૂરી મળી નથી

ગાઈડ લાઈન અનુસાર ઘરેલૂ ઉડાન અને પેસેન્જર ટ્રેન પહેલાથી સીમિત મંજૂરી આપી દેવાઈ છે. જો કે, તેનુ સંચાલનમાં હજૂ પણ વધારો કરવામાં આવશે. આ સાથે જ નાઈટ કર્ફુયની સીમામાં પણ ઢીલ આપવામાં આવી રહી છે. હવે નાઈટ કર્ફ્યુ રાતના 10 વાગ્યાથી લઈને સવારા 5 કલાક સુધી લાગૂ રહેશે.દિશાનિર્દેશ અનુસાર સામાજિક, ધાર્મિક અને રાજનીતિક સભાઓ પર પ્રતિબંધ રહેશે. આ સાથએ જ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ રોક રહેશે. સાથે શાળાઓ અને કોલેજ તથા કોચિંગ સંસ્થાઓ 31 જૂલાઈ 2020 સુધી બંધ રહેશે. તો વળી સિનેમા, જિમ અને મનોરંજનના પાર્ક પમ બંધ રહેશે. આ ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોનમાં સખ્તાઈ ચાલુ રહેશે. મેટ્રોને પણ ચલાવવાની મંજૂરી મળી નથી.


31મી જુલાઇ સુધી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો યોગ્ય રીતે અમલ કરાવવામાં આવશે. રાત્રીનો કરફ્યૂ હવે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રહેશે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દેશને સંબોધશે, તેમનું ભાષણ સાંજે ચાર વાગ્યે શરૂ થશે. જેમાં તેઓ વિવિધ મુદ્દાઓને લઇને વાતચીત કરશે.