newsdog Facebook

યુવતીએ સંબંધ તોડતા પ્રેમીએ યુવતીના ભાઈને યુવતીના અશ્લિલ ફોટા અને વીડિયો મોકલ્યા

Khabarchhe 2020-01-13 00:00:00

રાજ્યમાં યુવતીઓની છેડતી અને બળાત્કારના કિસ્સાઓમાં વધારો થતો જાય છે ત્યારે રાજકોટમાં વધુ એક યુવતીએ તેના પ્રેમી સામે બ્લેકમેઈલ કરીને બળાત્કાર ગુજારવા બાબતે ફરિયાદ દાખલ કરાવી છે. 

રિપોર્ટ અનુસાર રાજકોટમાં રહેતી એક યુવતી છથી સાત વર્ષ પહેલા રાજકોટના ઠક્કરબાપા વિસ્તાર તેના સગા-સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં ગઈ હતી. લગ્નમાં યુવતીની આંખ મયુર ધાવારી નામના યુવક સાથે મળી હતી અને ત્યારબાદ બંનેએ એક બીજા સાથે ફોન નંબરની આપ-લે કરી હતી. ફોનમાં વાતચીત કરતા-કરતા બંને વચ્ચેનો પ્રેમ મજબૂત થયો. યુવતી અને મયુર પરિવારની જાણ બહાર મળવા માટે પણ જતા હતા. મયુર યુવતીને ફરવા લઇ જવાના બહાને કોઈ જગ્યા પર લઈ જઈને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

શારીરિક સંબંધ બાંધતા સમયે મયુરે યુવતીના કેટલાક અશ્લીલ ફોટાઓ પાડીને કેટલાક વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ બીજી વખત જ્યારે મયુર યુવતીને ગેસ્ટ હાઉસમાં લઇ ગયો ત્યારે મયુરે યુવતીને સાથે લગ્ન કરવાની ના પાડીને મોબાઈલમાં રહેલા ફોટા અને વીડિયો બતાવીને બ્લેકમેઈલ કરીને શારીરિક સંબંધ બાંધીને યુવતીને કહ્યું હતું કે, હું બોલાવું ત્યારે તારે આવું પડશે.

થોડા દિવસો પછી યુવતીએ મયુરના ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ છતાં પણ મયુરની હેરાનગતિ વધતા યુવતીએ મયુરને ફોન કરીને સંબંધ નહીં રાખવા માટે જણાવ્યું હતું. યુવતીએ સંબંધ તોડ્યા પછી મયુરે યુવતીના અશ્લિલ ફોટા અને વીડિયો તેના ભાઈને મોકલી દીધા હતા. આ ઘટના પછી યુવતીએ સમગ્ર હકીકત પરિવારના સભ્યોને જણાવી હતી. તેથી યુવતીએ પરિવારના સભ્યોની સાથે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં મયુર સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરીને મયુરની શોધખોળ શરૂ કરી હતી.