newsdog Facebook

રાજસ્થાનની ટુરિસ્ટ બસ અને ટોલ બુથ સંચાલકો વચ્ચે બોલી બઘડાટી

GSTV 2020-01-12 23:15:17

વેરાવળ નજીક ડારી ટોલ બુથ પર રાજસ્થાનની ટુરિસ્ટ બસ અને ટોલ બુથ સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું. જેમાં બસના ટુરિસ્ટોએ ટોલનાકામાં તોડફોડ કરી અને ટોલકર્મીઓને માર માર્યો છે. જેમાં ઘાયલ થયેલા બે લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નથી નોંધાઇ.

ટોલબુથમાં તોડફોડ

  • વેરાવળના ડારી ટોલ બુથની ઘટના
  • રાજસ્થાનની ટુર બસના યાત્રિકોએ ટોલ નાકા પર મચાવી ધમાલ
  • તોડફોડ કરીને ટોલ કર્મીઓને ઢોર માર માર્યો
  • ૨ લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા