newsdog Facebook

અરવલ્લી દુષ્કર્મ મામલે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ : આરોપીઓને કડક સજાની માંગ

Akila News 2020-01-13 00:00:00

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અરવલ્લીના મોડાસામાં બનેલી અપહરણ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના ના સમગ્ર ગુજરાત સહિતના વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.ત્યારે  ભોગ બનેલા કાજલના પરિવારને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ સાથે  નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળાના સફેદ ટાવર વિસ્તારમાં કેન્ડલમાર્ચ કરી ન્યાયની માંગ સાથે સુત્રોચાર કર્યા હતા જેમાં યુથ કોંગ્રેસ ના વાસુદેવ વસાવા, ચંદ્રેશ પરમાર,મોઇન શેખ,અમિત માલી,અજય વસાવા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.