newsdog Facebook

વડતાલ સ્વા. મંદિરના લાલજી મહારાજના બળાત્કારની ઘટના મુદ્દે વિવાદીત નિવેદનને ખોટી રીતે કરાયું વાયરલ

Vtv News 2020-01-12 23:56:17
  • બળાત્કારની ઘટના મુદ્દે વિવાદીત નિવેદન હોવાનો વીડિયો દાવો
  • વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૃગેન્દ્રપ્રસાદનો વીડિયો વાયરલ
  • કેટલાક લોકોએ નિવેદનને ખોટી રીતે વાયરલ કર્યુ

વડતાલ સ્વામિનારાયણ મંદિરના લાલજી મહારાજના નિવેદનના વીડિયોને કેટલાક લોકોએ બદઇરાદાથી વીડિયોને એડિટ કરી અને વાયરલ કર્યાનું સામે આવ્યું છે. આખા વીડિયો જ્યારે તમે જોશો તો તમને ખબર પડશે કે નૃગેન્દ્રપ્રસાદ લોકોને સાચી સલાહ આપી રહ્યા હતા કે ભગવાનને તમામ વાતે દોષ ના દેવો જોઇએ. કાળા કામ કરાનારાઓને નૃગેન્દ્ર પ્રસાદ સલાહ આપી રહ્યાં હતા. ત્યારે કેટલાક લોકોએ વીડિયોના માત્ર અંશ લઇને બદઇરાદાથી વાયરલ કર્યું છે.