newsdog Facebook

કાલાવડ-150 ફૂટ-યુનિ.-ગોંડલ રોડ, અમીન માર્ગ રૈયા સહિત ડઝન રસ્તે રેંકડીઓ રાખવા પર પ્રતિબંધ

Sanjsamachar 2019-12-11 07:02:00

રાજકોટ તા.11
રાજકોટ શહેરમાં ટ્રાફિકના પ્રશ્ર્નના ઉકેલને અગ્રતા આપતા મ્યુનિ. અને પોલીસ કમિશ્ર્નરે શહેરના ડઝન જેટલા રાજમાર્ગોની યાદી બનાવી આ રસ્તા ઉપર રેંકડી જેવા દબાણો રાખવા પર પ્રતિબંધ મુકવા નિર્ણય કર્યો છે. આ માટે ખાસ મનપાની એસ્ટેટ અને ટ્રાફિક પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી છે જે બે ત્રણ દિવસમાં કામ શરૂ કરી દેશે તેમ મ્યુનિ.કમિશ્ર્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. પત્રકારોને માહિતી આપતા તેઓએ કહ્યું હતું કે અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા હળવી કરવાની વધુ જરૂર છે. તેના ભાગ રૂપે કાલાવડ રોડ, 150 ફૂટ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ગ્રીનલેન્ડથી હોસ્પીટલ ચોક, યુનિ.રોડ, જવાહર રોડ, રૈયા, જામનગર રોડ, ટાગોર રોડ, અમીન માર્ગ પર હવે લારીગલ્લા રાખી શકાશે નહીં. હાલ આવા રોડ પર દંડ લઈને રેંકડીઓ જવા દેવામાં આવે છે. પરંતુ આ સીસ્ટમ બંધ કરી દેવામાં આવશે. કોર્પો.અને પોલીસની સંયુકત ટીમ રોજ ખાસ આ પ્રકારના કામમાં જ રોકાવાની છે. બીઆરટીએસ જેવા રોડ પર નો પાર્કિંગમાં ઉભી રહેતી બસ જેવા વાહનોને રૂા.5 હજારના દંડ કરવામાં આવશે અન્ય વાહનો પાસેથી પણ મોટર વ્હીકલ એકટ મુજબ દંડ લેવાનું ત્રણેક દિવસમાં શરૂ કરી દેવાના નિર્દેશ પણ મ્યુનિ. કમિશ્ર્નરે આપ્યા હતા.