newsdog Facebook

ઇન્દોરમાં રમાયેલી અંડર-14 ફૂટબોલ ટ્રોફીમાં એડવોકેટ પુત્ર ઝળકયા

Sanjsamachar 2019-12-11 07:05:00

રાજકોટ તા.10
તાજેતરમાં અમદાવાદ મુકામે યોજાયેલ રીલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ ફૂટબોલ ટુર્નામેન્ટ અંડર-14 બોયઝ ફૂટબોલમાં ગુજરાતની જુદી-જુદી પચાસ ટીમોએ ભાગ લીધેલ તેમાં છેલ્લા ઘણા સમયથી સુબ્રતો, ખેલમહાકુંભ, જિલ્લા રાજયની કક્ષાની સ્પર્ધાઓ સહિતમાં સતત ચેમ્પિયન રહેતી આણંદની વ્રજભૂમિ પબ્લીક સ્કૂલની ડી.એલ.એસ.એસ.ની ટીમે મઘ્યપ્રદેશમાં ઇન્દોર મુકામે ફાઇનલ મેચમાં નાગપુરની ટીમને 4-1થી હરાવી રીલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ટીમ ચેમ્પિયન બની રીલાયન્સ ફૂટબોલ ટ્રોફી હાંસલ કરેલ હતી.ઇન્દોર ખાતે ટુર્નામેન્ટ રમવા જવા કવોલીફાય થવા માટે પ્રથમ અમદાવાદ અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલમાં નીરમા સ્કૂલને હરાવી ફાઇનલમાં પહોંચ્યા બાદ કોસમોસ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદને હરાવી ગુજરાત ચેમ્પિયન બની રીલાયન્સ કપ હસ્તગત કરી વ્રજભૂમિ પબ્લીક સ્કૂલ મઘ્યપ્રદેશમાં ઇન્દોર મુકામે રમાયેલ રીલાયન્સ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જવા ગુજરાતમાંથી કવોલીફાય થયેલ હતી.
સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ સુરેશ ફળદુના પુત્ર રાહીલ ફળદુએ ટુર્નામેન્ટમાં જબરજસ્ત પરફોમન્સ બતાવ્યું હતું. રાહીલ ફળદુએ ત્રીજા ધોરણમાં રાજકોટ અભ્યાસ પૂર્ણ કરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બરોડા મુકામે જુદી-જુદી રમતોના સીલેકશન અંગે યોજેલ ટુર્નામેન્ટમાં રાહીલ ફળદુ સીલેકટ થતાં ચોથા ધોરણમાં આણંદ મુકામેની વ્રજભૂમિ સ્કૂલમાં ડીએલએસએસમાં દાખલ કરેલ. ઇન્દોર મુકામે રમાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ફૂટબોલના કોચ ગોપાલભાઇ અને હિતેશ પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ કેપ્ટન રૂદ્ર ધાનાણીના નેજા હેઠળ રમાયેલ ટુર્નામેન્ટમાં માનવ વાઘેલા (ગોલ કિપર) રાહીલ ફળદુ, શિવમ પાંડે, જયોતી બારીયા, કિર્તન આહિર, રાહુલ રાઠોડ, મેકાન સંગાર, તલ્હા શાહ, લવ પટેલ, કરણ અસનાની, નીવ રામ, એનોઇન્ટ દેસાઇ, જૈનીલ પટેલ સહિતના પ્લેયરોએ ભાગ લીધેલ હતો અને કેપ્ટન, કોચ, સ્કૂલ અને માતા-પિતાના નામ રોશન કરેલ છે અને આ ચેમ્પિયન થયેલ ટીમ આગામી ટુંક સમયમાં રમાનાર ઓલ ઇન્ડિયા નેશનલ અંડર-14 બોગઝ ફૂટબોલ ટુર્નામેન્ટ કે જે મુંબઇ મુકામે રીલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જવાના હોય જેનો હવાઇ મુસાફરી તેમજ ફાઇવ સ્ટાર હોટલ સહિતનો તમામ ખર્ચ રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવી રહેલ છે.