newsdog Facebook

લગ્નની લાલચ આપી કોલેજીયન યુવતી પર દુષ્કર્મ ગુજારનાર ભરતને ખોખરો કર્યો

Sanjsamachar 2019-12-11 07:05:00

રાજકોટ તા.11
જૂનાગઢના બાંટવા પંથકની વતની અને રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારમાં પ્રેમી ભરત અજીત ચાવડા (રહે.હનુમાનમઢી)ના ફલેટમાં રહેતી હતી. યુવતી રાજકોટમાં રહી કોલેજમાં એમએસસીનો અભ્યાસ કરતી હતી.
ભરતે લગ્ન કરવાની લાલચ આપી 37 દિવસમાં બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારબાદ બંને વચ્ચે માથાકુટ થતાં ભરતે ફલેટમાંથી યુવતીનો સામાન બહાર ફેંકી દેતાં યુવતીએ હરીહર ચોક પાસે આવેલી પોસ્ટ ઓફિસમાં ઝેરી દવા ગટવટાવી લીધી હતી. આ મામલે મહિલા પોલીસ મથકનાં સ્ટાફે આરોપી ભરત ચાવડાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.