newsdog Facebook

નાગરિકતા સંશોધન બિલ પર કોંગ્રેસ-શિવસેના વચ્ચે તિરાડ! મતદાનને લઈ માર્યો ટોણોં

Sandesh 2019-12-11 07:03:00

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને એનસીપી અને કોંગ્રેસે સરકાર બનાવ્યાને હજી એક મહિનો પણ નથી થયો ત્યાં ગઠબંધન વચ્ચે મતભેદ થવા લાગ્યા છે. હવે નાગરિકતા સંશોધન બિલને લઈને શિવસેના અને કોંગ્રેસ વચ્ચે મતભેદ ઉભા થયા છે.

નાગરિક સંશોધન બિલનું લોકસભામાં સમર્થન કરનારી શિવસેનાના વલણ પર નિરાશા વ્યક્ત કરતા કોંગ્રેસે બંધારણની યાદ અપાવી છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસની આ નારાજગી ત્યારે સામે આવી છે જ્યારે આ બિલ મામલે રાજ્યસભામાં મતદાન થવાને આડે હવે ગણતરીનો જ સમય બાકી છે.

Maharashtra Cabinet minister & Congress leader Balasaheb Thorat: Our country is governed by the Constitution and the Constitution is based on the principle of equality. We expect that Shiv Sena will keep this in mind while voting for #CitizenshipAmendmentBill2019 in Rajya Sabha pic.twitter.com/f1dtfs9Dpt

— ANI (@ANI) December 11, 2019


નાગરિક સંશોધન બિલને લઈને શિવસેનાએ લોકસભામાં ભાજપનું સમર્થન કર્યું છે. જેને લઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. હવે શિવસેનાએ રાજ્યસભામાં પણ ભાજપને સમર્થન આપવાના સંકેત આપ્યા છે. જેને લઈને કોંગ્રેસે શિવસેનાને ટોણોં માર્યો છે.

મહારાષ્ટ્ર કેબિનેટના મંત્રી બાલાસાહેબ થોરાટે કહ્યું હતું કે, આપણો દેશ બંધારણથી લાલે છે અને આ  બંધારણ સમાનતાના સિદ્ધાંત પર આધારીત છે. અમે આશા રાખીએ છીએ કે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર મતદાન કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખશે.

આમ સાથી પક્ષ કોંગ્રેસે જ શિવસેનાને બંધારણના પાઠ ભણાવ્યા છે. જેને લઈને મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહેલી બંને પાર્ટીઓ વચ્ચે મતભેદ વધે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન