newsdog Facebook

શહેરમાં સતત બીજા દિવસે પોલીસની ડ્રાઇવ યથાવત : 15 જેટલી વાંધાજનક રીક્ષા ડીટેઇન

Sanjsamachar 2019-12-11 06:53:00

રાજકોટ તા.11
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ, ચોરી, નાણા, ખિસ્સામાંથી સેરવી લેવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સતત બીજા દિવસે પોલીસે એકશનમાં આવી જુદા-જુદા સ્થળો પર રીક્ષા ચાલકોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. જે દરમ્યાન પોલીસે 13 રીક્ષા ડીટેઇન કરી બે કાર ચાલક સહિત ત્રણ રીક્ષાચાલકને નશાની હાલતમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ જેસીપી ખુરશીદ અહેમદની સૂચનાથી એસીપી એચ.એલ.રાઠોડ, થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એમ.હડીયા, પીએસઆઇ પી.ડી.જાદવ, જે.જી.ચૌધરી સહિતની પોલીસ ટીમે અલગ-અલગ ટીમો બનાવી થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. જે દરમ્યાન પોલીસે વાંધાજનક 11 જેટલી રીક્ષા ડીટેઇન કરી હતી.
જયારે પ્ર.નગર પોલીસની ટીમે વાહન ચેકીંગની ડ્રાઇવ દરમ્યાન એક રીક્ષા ડીટેઇન કરી દારૂ પી નીકળેલા રીક્ષાચાલક વિરૂઘ્ધ એમ.વી.એકટ 185 હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સાથે જ ગાંધીગ્રામ પોલીસે રીક્ષા ચેકીંગ દરમ્યાન ડ્રીંક એન્ડ ડ્રાઇવના 2 કેસો કરી એક રીક્ષા ડીટેઇન કરી હતી.
જયારે પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન આજીડેમ ચોકડી પાસેથી રીક્ષાચાલક સાગર ઉકા સોલંકી (ઉ.વ.22) (રહે.મયુરનગર શેરી નં.3), આસીફ અજીજ આગવાન (ઉ.વ.3પ), (રહે.દુધસાગર રોડ, માજોઠીનગર) બલેનો કાર ચાલક વિશાલ ભાવેશ ચાવડા (ઉ.વ.27) (રહે.ગોવિંદનગર 3/4), રૈયા રોડ પાસેથી રીક્ષાચાલક યોગશે ભીખુ વાઘેલા (ઉ.વ.44), ભગતસિંહ ગાર્ડન પાસેથી ભરત લખમણ ઓડેરા (ઉ.વ.39) (રહે.પોરબંદર કડીયા પ્લોટ), સ્વીફટ કાર ચાલક ભરત કેસુ કેસવાલા (ઉ.વ.38) (રહે.શકિતનગર)ને પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડી એમ.વી.એકટ 185 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત પોલીસે ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ પાસેથી અલ્પેશ મધુભાઇ જરીયા (ઉ.વ.22) (રહે.લોધેશ્ર્વર સોસાયટી શેરી નં.પ/7), ત્રિવેણી ગેઇટ પાસે પ્રકાશ નાથાભાઇ દેલવાડીયા (ઉ.વ.27), (રહે.જૂનો મોરબી રોડ), સખડા ગામના પાટીયા પાસેથી દિનેશ ઘોઘા બાહુકીયા (ઉ.વ.50) (રહે.ધમલપર ગામ), નવાગામ પાસેથી દિલીપ મોહન ભખોડીયા (ઉ.વ.પ2) (રહે.નવાગામ આણંદપર)ની ધરપકડ કરી પોલીસે નેફામાંથી છરી કબ્જે કરી હતી તથા બેડલા ગામની સીમમાંથી 70 લીટર દારૂ સાથે સુનિલ જોશ જખાસીયા (ઉ.વ.19) (રહે.બેડલાગામ), છોટુનગરમાંથી વજુ બાધુ વાંજેલીયા (ઉ.વ.30 (રહે.છોટુનગયર)ની ધરપકડ કરી દેશીદારૂ કબ્જે કર્યો હતો.