newsdog Facebook

શેરબજારમાં ઉછાળે વેચવાલી: સેન્સેકસ સ્થિર: યશબેંકમાં 18 ટકાનું ગાબડુ

Sanjsamachar 2019-12-11 06:51:00

મુંબઈ શેરબજારમાં આજે ઉછાળે વેચવાલીના દબાણથી પ્રારંભીક ઉછાળા બાદ સેન્સેકસ પાછો પડયો હતો. ચામાં 40423 તથા નીચામાં 40135 થઈને 40246 સાંપડયો હતો જે 6 પોઈન્ટનો મામુલી સુધારો સૂચવતો હતો. નિફટી 11857માં સ્થિર હતો.
શેરબજારમાં આજે યશ બેંકમાં 18 ટકાનું ગાબડુ હતું. એચડીએફસી બેંક, હીરો મોટો, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સન, રીલાયન્સ, સ્ટેટ બેંક, વેદાંતા, એક્ષીસ બેંક હિન્દાલ્કો, ઈન્ડીયા બુલ્સ હાઉસીંગ ઘટયા હતા. ગેઈલ, એનટીપીસી, ઝી એન્ટર, ટેક મહીન્દ્ર, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસીસ, કોટક બેંક, ટીસીએસ, વોડાફોનમાં સુધારો હતો.