newsdog Facebook

હૈદ્રાબાદ એન્કાઉન્ટરની તપાસ માટે સુપ્રીમના રિટાયર્ડ જજની નિમણુંક થશે

Sanjsamachar 2019-12-11 06:52:00

નવી દિલ્હી તા.11
ચીફ જસ્ટીસ શરદ અરવિંદ બોબડેએ આજે જણાવ્યું હતું કે તેલંગણ પોલીસ દ્વારા ઠાર મારવામાં આવેલા બળાત્કાર અને હત્યાના 4 આરોપીઓના બનાવની રિટાયર્ડ જજ તપાસ કરશે.
હૈદ્રાબાદ એન્કાઉન્ટર મામલે પોલીસે એવો ખુલાસો કર્યો હતો કે બનાવના રિક્ધસ્ટ્રકશન માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા ત્યારે તેમણે પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરતાં ચારેય માર્યા ગયા હતા.
ચીફ જસ્ટીસે જણાવ્યું હતું કે તેલંગણ હાઈકોર્ટે આ મુદાની
તપાસ કરી રહી છે તેની સુપ્રિમ કોર્ટને જાણ છે. આવતીકાલે નીમાનારા રિટાયર્ડ ન્યાયાધીશ દિલ્હીમાં રહી કામ કરશે.