newsdog Facebook

ન્યૂજર્સીમાં સ્ટોરની બહાર ફાયરીંગ: પોલીસ અધિકારી સહિત 6ના મોત

Sanjsamachar 2019-12-11 06:46:00

વોશિંગ્ટન,તા. 11 : અમેરિકાનું ગન કલ્ચર તેને નડી રહ્યુંછે. ન્યુજર્સીમાં આજે બુધવારે બનેલી ગોળીબારની ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત 6 લોકો માર્યા ગયા હતા. શૂટ આઉટની આ ઘટના શહેરના બેવ્યુ વિસ્તાર પાસે થઇ હતી. હુમલાની આ ઘટના આ વિસ્તારમાં બનેલા એક સ્ટોરની બહાર બની હતી. મીડિયા રિપોર્ટ મુજબ બેવ્યુ અને માર્ટીન લ્યૂથર કિંગ રોડ પર બપોરના સમયે થયેલી આ શૂટઆઉટની ઘટના બાદ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું હતું. આ દરમિયાન તત્કાલ આ ક્ષેત્રમાં બનેલી સ્કૂલો અને જાહેર સ્થળો આસપાસ સુરક્ષા વધારાઈ હતી.ત્યારબાદ પોલીસની ઇમર્જન્સી સર્વિસ યુનિટ્સની વિસ્તારમાં મોકલવામાં આવી હતી. શૂટઆઉટની ઘટનામાં એક પોલીસ અને ત્રણ નાગરિકોના જીવ ગયા છે