newsdog Facebook

પોલીસની ભીંસથી રેલો! શંકાસ્પદ-ગુનાહિત હિલચાલ સામે રીક્ષાચાલકો જ પોલીસને એલર્ટ કરશે

Sanjsamachar 2019-12-11 06:46:00

રાજકોટ તા.11
પેસેન્જર ઓટો રીક્ષામાં મુસાફરોની હેરાફેરી સાથે અસામાજીક પ્રવૃતિ ફૂલફાલતા સાચા અને શ્રમજીવી રીક્ષા બદનામ થઇ રહ્યા છે અને પોલીસની ભીંસથી નિર્દોષ રીક્ષા ચાલકોની રીક્ષાઓ ડીટેઇન થતા રીક્ષા ચાલકો મુશ્કેલીમાં છે. તેવા સમયે ગુજરાત રાજય ઓટો રીક્ષા ફેડરેશન અને રાજકોટ શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસો.નાં પ્રમુખ હુસેનભાઇ સૈયદ સહિત એસો. મેમ્બરોએ અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ રીક્ષા ચાલકોને ખુલ્લા પાડવા સાથે પોલીસને જાણ કરવા રીક્ષા ચાલકોને હાંકલ કરી છે.
રીક્ષા એસો.ના મહામંત્રી હુસેનભાઇ સૈયદ, સુરેશભાઇ રાઠોડ, બટુકભાઇ કાબાણી, અબ્બાસભાઇએ જણાવ્યું છે કે રોજીરોટી આપતી રીક્ષાનો ઉપયોગ અસામાજીક પ્રવૃતિ જેવી કે ખીસ્સા કાપવા, લૂંટ કરવી, દારૂ-ચરસ, ગાંજો ગુનેગારોની હેરાફેરી ન થાય તેની કાળજી લેવી આવી પ્રવૃતિ રીક્ષામાં થતા સાચા અને શ્રમજીવી રીક્ષાચાલકોની છાપ ખરાબ થાય છે. રીક્ષામાં આવી કોઇ પ્રવૃતિ થતી હોય કે કોઇ ગુનેગારો આવી પ્રવૃતિમાં રીક્ષાનો ઉપયોગ કરતા હોય તો તુરંત જ પોલીસને અથવા એસો. પ્રમુખ હુસેનભાઇ સૈયદને જાણ કરવી. આવી માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે. સાથે બાતમીદારોને એસો. તરફથી રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ ઉપરાંત શહેર ટ્રાફીક પોલીસનાં માર્ગદર્શન હેઠળ ઓટો રીક્ષા ચાલકો માટે લાયસન્સ, વિમો પાસીંગ, પરમીટના કાયમી ધોરણે તબક્કા વાઇઝ કેમ્પ યોજાશે. જેમાં થર્ડ પાર્ટી વિમો અને પાસીંગ માત્ર રૂા.7500માં કરી આપવામાં આવશે. પરમીટની આરટીઓ માન્ય ફી ભરવાની રહેશે. રીક્ષાચાલકોને ઓનલાઇન અરજી તથા ઓનલાઇન પેમેન્ટમાં એસો. મદદ કરશે ઓછુ ભણેલ રીક્ષા ચાલકોને મુશ્કેલી ન પડે માટે કેમ્પ યોજાશે. રીક્ષા ચાલકોએ રજીસ્ટ્રેશન કરાવી કેમ્પનું ટોકન મેળવી લેવું.