newsdog Facebook

રાજયમાં વેરા વસુલાતમાં રૂા.120 કરોડની નુકશાન: કેગનો રિપોર્ટ

Sanjsamachar 2019-12-11 06:49:00

રાજકોટ તા.11
ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે ‘કેગ’નો રીપોર્ટ રજુ થયો છે. જેમાં જીએસટી વસુલાતમાં ખામી, માન્ય કરતા વધુ ક્રેડીટ તથા ઓછી કરવેરાના કારણે રાજય સરકારને 120.71 કરોડની આવક નુકશાની થવાનો ઘટ્ટસ્ફોટ થયો છે.
કેગ દ્વારા મહેસુલ, વાહનવ્યવહાર, જીએસટી બિન કર આવક સહિતમાં કેટલાક કેસોની ચકાસણી કરી હતી.
જેમાં વેરાની ઓછી આકારણી તથા જીએસટીમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં વધુ પડતી રકમ વિ.ના કારણે આ મોટું નુકશાન થયું છે તો કેગ દ્વારા વધુ એક વખત નર્મદા જળ સંપતિ વિ.માં સરકારી કામમાં ઢીલી નીતિની ટીકા
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવતા ડામરના રોડ માં થયેલા વ્યાપક ગોટાળા કેગના અહેવાલમાં સામે આવ્યા છે. જેમાં ડામરના નિયત ભાવ સામેલ અધિકતમ ખર્ચ વચ્ચે રહેલો તફાવત કેગ દ્વારા નોંધવામાં આવ્યો છે.
માર્ગ-મકાન વિભાગ દ્વારા ડામરના રોડ બનાવવા માટે દસ્તાવેજોનો મુસદ્દો ઘડવાના સમયે જ ડામરના ભાવ તફાવત ની ચુકવણી કરવા માટે નિયત દરની પદ્ધતિ અપનાવવામાં આવતી નથી. જેના કારણે પાંચ પ્રભાગો ના 11 કામમાં ડામર ના ભાવના તફાવત પેટે 5.84 કરોડનો અધિકત્તમ ખર્ચ થયો હોવાનું કેગે નોંધ્યું છે. આ ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા અંગે કેગના અહેવાલમાં જણાવાયું છે કે વિભાગ દ્વારા કરવામાં આવતી ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ટેન્ડરમાં નિયત દરની પધ્ધતિ અપનાવવામાં આવતી નથી પરિણામે ડામરના વધારાના દરનો બોજ પડે છે જેના કારણે 3 કામોમાં વધારાનો રૂ. 1.95 કરોડનો ખર્ચ થયો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ ઉપરાંત અહેવાલમાં એવું જોવા મળ્યું છે કે માર્ગ મકાન વિભાગે સ્થળ પરની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર ભાવ આપ્યા છે જે યોગ્ય નથી બીજી તરફ દસ્તાવેજોમાં પણ વિસંગતતા જોવા મળી છે જેમાં ખોટા ભાવ સ્વીકારીને ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે સાથે સાથે આ કામગીરી માત્ર ઉપરથી જ કામ જોઈને ભાવ નક્કી કરી દેવાયા હોવાનું કેગ દ્વારા બહાર આવ્યું છે.
અને એટલે જ ટેન્ડરના ભાવ કરતા વધારાના કામના વધુ ભાવ ચૂકવ્યા હોવાનો ઉલ્લેખ કેગના અહેવાલમાં પ્રકાશિત થયો છે જોકે આ પદ્ધતિથી વધુ ભાવ ચૂકવવાના કારણે કોન્ટ્રાક્ટરને રૂ. 1.18 કરોડનો સીધો લાભ થયો હોવાનું કેગ ના ધ્યાને
આવ્યું છે.