newsdog Facebook

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા હેતુલક્ષી કાર્યક્રમો યોજાયા

Sanjsamachar 2019-12-11 06:27:00

તારીખ 10 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે અખિલ હિંદ મહિલા પરિષદ અને એ.એમ.પી. સરકારી લો-કોલેજનાં સંયુક્ત ઉપક્રમે બહુ આયામી હેતુલક્ષી કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો, કાર્યક્રમમાં વિસ્તાર વિકાસ પ્રકલ્પનાં સર્વે મહોલ્લા પ્રતિનિધિઓ, પેરાલીગલ વર્કસ તેમજ કાઉન્સેલર્સ તથા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની ખૂબ જ પ્રભાવી સંખ્યામાં રાજકોટનાં વિવિધ આર્થિક પછાત વિસ્તારોમાં મહોલ્લા મીટીંગો દ્વારા કાનુની જાગૃતિ અભિયાન ચલાવવાની સાથે કાનૂની સહાય પુરી પાડવા અર્થે નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અખિલ હિંદ મહિલા પરિષદ ઝોનલ ઓર્ગેનાઈઝર ભાવનાબેન જોશીપુરાનાં અધ્યક્ષસ્થાને આયોજીત આ ગરીમાપૂર્ણ કાર્યક્રમમાં રાજકોટની સરકારી લો-કોલેજનાં પ્રાચાર્ય ડો. મિનળબેન રાવળ, પરિષદનાં મંત્રી પ્રવિણાબેન જોશી તેમજ સામાજીક અગ્રણી તૃપ્તીબેન વ્યાસ સહિતનાં અગ્રણીઓ સહિતનાં ઉપસ્થિત રહેલ. માનવઅધિકાર દિન નિમિત્તે કાનૂની જાગૃતિ અભિયાન તેમજ સંશોધન અર્થે અખિલ હિંદ મહિલા પરિષદ અને એ.એન.પી. લો કોલેજ વચ્ચે સમજુતિ કરાર કરવામાં આવ્યાં હતાં.
પરિષદ અધ્યક્ષ ડો. ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે માનવ અધિકારની પૂરી સંકલ્પનાં ભારતનાં કુદરતી ન્યાયનાં સિધ્ધાંત પર આધારિત છે. ભારતીય બંધારણમાં પ્રયોજાયેલ મુળભુત અધિકારોનાં માધ્યમથી વ્યક્તિને દરજ્જાયુક્ત જીવન જીવવાનો અધિકાર આપવાનો આવ્યો છે.
આ પ્રસંગે વરિષ્ટ પ્રાધ્યાપક પ્રકાશભાઈ કાગડા, સમાજકાર્ય અભ્યાસક્રમનાં ડો. કોમલ કપાસી, કાઉન્સેલર પુનમબેન વ્યાસ, યુવા પેરાલીગન વર્કર સમ્રાટ ઉપાધ્યાય, લીલાબેન મપેામી, પ્રાધ્યાપક પરમેશ્ર્વરીજી, ધર્મેન્દ્રસિંહજી જાડેજા, ક્રિપાલસિંહ ગઢવી, ભરતભાઈ સોંદરવા, વિસ્તાર વિકાસ ક્રિયાશીલ ચંપાબેન પિત્રોડા, ભાવનાબેન જરીયા, કનુબેન ભરવાડ, ડોલી જરીયા, તૃપ્તીબેન, વિશા પરીખ, લાભુબેન ભડાસીયા, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલક શબનમ ઠેબા વગેરે ઉપસ્થિત રહેલ.