newsdog Facebook

રાજકોટ મચ્છુકઠીયા સઇ સુતાર દરજી જ્ઞાતિના 15મા સમુહલગ્ન સંપન્ન

Sanjsamachar 2019-12-11 06:24:00

રાજકોટ,તા. 11
રાજકોટ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ 14-એ દ્વારા તા. 8-12-19ને રવિવારે 15માં સમૂહ લગ્નમાં સમાજની 11 દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડેલ હતાં. આ ભવ્ય પ્રસંગમાં સમાજની નામી-અનામી વ્યક્તિઓ દ્વારા કબાટ, સેટી,પલંગ, ગાદલા, ટીપોઇ, ખુરશી તથા ઘરની તમામ ઘરવખરી તેમજ કટલેરી આઈટમોની વસ્તુભેટ, રોકડ ભેટનો સમારંભનાં અંત સુધી અવિરત ચાલુ રહ્યો હતો.
આ સમૂહ લગ્ન સમારંભ, કુવાડવા રોડ, ડી-માર્ટવાળી શેરીમાં રોશનીથી શણગારેલ વિવાહ પાર્ટી પ્લોટમાં રાખેલ હતો. આ લગ્ન સમારંભમાં દેશભરથી જ્ઞાતિજનો, જ્ઞાતિ આગેવાનો પધારેલ હતાં. હૈયે હૈયુ દળાય તેટલો જ્ઞાતિજનોનો જન સમુદાય એકઠો થયેલ હતો. સમારંભ ત્રિવિધ એટલે કે સમુહ લગ્ન, પરિચય મેળો અને સ્નેહમિલન રુપ હતો.
તમામ ક્ધયાઓને જ્ઞાતિની બ્યુટીશીયન બેનો દ્વારા એક સરખા શણગાર સજાવી, સફેદ શણગારેલ એક્ટીવા દ્વારા સાફાથી સજ્જ જ્ઞાતિની બાળાઓ દ્વારા સમારંભનાં સ્ટેજ સુધી લાવવામાં આવેલ અને આ 11 ક્ધયા દ્વારા મંગલ દીપ પ્રગટાવી પ્રાર્થના બોલી સમારંભનું ઉદ્દઘાટન કરવામાં આવેલ. બાદમાં આ તમામ 11 ક્ધયાઓને માનભેર લગ્ન મંડપમાં દોરી જવામાં આવેલ. અને લગ્નવિધિ ચાલુ કરવામાં આવેલ. લગ્નવિધિ બાદ આ 11 વર-ક્ધયાઓને સ્ટેજ પર ઉપસ્થિત કરવામાં આવેલ. આ તમામ વર-ક્ધયાઓએ સમાજને ફૂલડે વધાવી લગ્ન કરાવી આપવા બદલ આભાર વ્યક્ત કરેલ. સમાજ દ્વારા આ 11 નવદંપતીઓને ફૂલડે વધાવી સમાજની ક્ધયાઓને સજળ નેત્રે વિદાય કરેલ. આ લગ્ન સમારંભમાં ભારતભરમાંથી પધારેલા જ્ઞાતિજનોનું યથોચિત સન્માન કરવામાં આવેલ.