newsdog Facebook

નાગરિકતા સંશોધન બિલ: રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી અને શિવસેનાએ કર્યું સરેન્ડર!

Sandesh 2019-12-11 06:47:00

લોકસભામાં પાસ થયેલા નાગરિકતા સંશોધન બિલ પર રાહુલ ગાંધીએ જેવું ટ્વિટ કરી નિવેદન રજૂ કર્યું તરત જ શિવસેનાની ભૂમિકા બદલાય ગઇ. શિવસેનાના આ યુ ટર્નને કોંગ્રેસની સામે સરેન્ડર તરીકે જોવાય છે. જો કે એનસીપી એ કહ્યું કે બંને પાર્ટીઓ અલગ છે અને તેના માટે હંમેશા તમામ મુદ્દા પર સમાન વિચાર શકય નથી.

સોમવારના રોજ લોકસભામાં શિવસેનાએ નાગરિકતા સંશોધન બિલ પર ભાજપનો સાથ આપતા બિલના પક્ષમાં મતદાન કર્યુ, પરંતુ રાજ્યસભામાં બિલનું સમર્થન કરતાં પહેલાં શરત મૂકી દીધી છે. મંગળવારના રોજ શિવસેના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે નાગરિકતા બિલમાં સ્પષ્ટતા વગર શિવસેના રાજ્યસભામાં તેનું સમર્થન કરશે નહીં. લોકસભામાં આ બિલને રજૂ કરવા દરમ્યાન અમારા સાંસદોએ કેટલાંક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

The #CAB is an attack on the Indian constitution. Anyone who supports it is attacking and attempting to destroy the foundation of our nation.

— Rahul Gandhi (@RahulGandhi) December 10, 2019


મને ખબર નથી કે ગૃહમંત્રી અમિત શાહે એ પ્રશ્નોના જવાબ આપ્યા કે નહીં. પહેલાં આ બિલ પર રાજ્યસભામાં વધુ ચર્ચા થવી જોઇએ. તેમણે કહ્યું કે જે નાગરિકોને નાગરિકતા અપાઇ રહી છે તે રહેશે કયા રાજ્યમાં? પાર્ટીના મુખપત્ર ‘સામના’માં પણ ભાજપ પર પ્રહારો કરતાં આરોપ મૂકયા કે નાગરિકતા સંશોધન બિલ દ્વારા ભાજપ ધર્મના નામ પર દેશને વહેંચી રહ્યું છે.

શિવસેનાથી કોંગ્રેસ નારાજ

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ મંજૂર થયા બાદ રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી, ‘નાગરિકતા સંશોધન બિલ ભારતીય સંવિધાન પર પ્રહાર છે, જે કોઇપણ તેનું સમર્થન કરે છે તેઓ આપણા દેશના બુનિયાદ પર હુમલો અને તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ માનવામાં આવી રહ્યું છે કે રાહુલે આ ટ્વીટ દ્વારા શિવસેનાના બિલના સમર્થનના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. રાહુલની નારાજગી પર કોંગ્રેસના નેતા શિવસેના પર તૂટી પડ્યા.

શિવસેના પર વિફર્યા કોંગ્રેસ નેતા

મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસ નેતા હસૈન દલવઇ એ સીધી શિવસેનાની ભૂમિકા પર નારાજગી વ્યકત કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી નસીમ ખાને શિવસેના પર આરોપ મૂકયો કે તેઓ હજુ પણ અપ્રત્યક્ષ રીતે ભાજપની સાથે છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસે શિવસેના અને એનસીપીને સરકાર બનાવા માટે સમર્થન આપ્યું છે. નાગરિક સંશોધન બિલ પર શિનવસેના એ પોતાના મિત્ર દળોને કેમ વિશ્વાસમાં ના લીધા? કોંગ્રેસ પ્રવકતા ચરણજીત સિંહ સપ્રા, મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે પણ શિવસેનાની આલોચના કરતાં કોમન મિનિમમ પ્રોગ્રામનું પાલન કરવાની સલાહ આપી.

હંમેશા સમાન વિચાર શકય નથી: NCP

લોકસભામાં શિવસેનાના નાગરિકતા સંશોધન બિલના સમર્થન પર એનસીપીએ કહ્યું કે હંમેશા તમામ મુદ્દાઓ પર સમાન વિચાર મૂકવા શકય નથી. પાર્ટીના મુખ્ય પ્રવકતા નવાબ મલિકે જો કે કહ્યું કે પાર્ટીઓ એ સુનિશ્ચિક કરવા માટે પ્રતિબદ્ધ છે કે મહારાષ્ટ્રમાં કોઇની સાથે પણ ધર્મ, જાતિ, ભાષા અને ક્ષેત્રના આધાર પર ભેદભાવ ના હોય. આની પહેલાં કેબને ‘સંવિધાન-વિરોધી’ ગણાવતા કહ્યું હતું કે ભાજપ નીત કેન્દ્ર સરકાર તેનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે કરી રહ્યું છે. મલિકે કહ્યું કે અમે બે અલગ-અલગ પાર્ટીઓ છે. રાજ્યમાં શાસનની વાત કરીએ તો આપણી વચ્ચે કેટલાંક મુદ્દાઓ પર સહમતિ છે.

આ વીડિયો પણ જુઓ – બિનસચિવાલયની પરીક્ષામાં ગરબડીનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન