newsdog Facebook

ગુજરાતી સમાચાર: ડિવોર્સ અંગે ફરહાન અખ્તરે પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું- 'બાળકોને કહેવું સૌથી અઘરું હતું'

I Am Gujarat 2019-10-09 15:33:12

ફરહાન અખ્તર અને તેની પત્ની અધુનાના ડિવોર્સે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. બે વર્ષ પહેલા જ ફરહાન અને અધુનાએ ડિવોર્સ લીધા છે. જો કે, ત્યાર પછી પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ છે. ડિવોર્સ બાદ ફરહાન પોતાની જિંદગીમાં આગળ વધી ગયો છે અને ખુશ છે. ફરહાન શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ડિવોર્સ બાદ ફરહાને હંમેશા તે વિશે જવાબ આપવાનું ટાળ્યું છે. પરંતુ હાલમાં જ પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ફરહાને ડિવોર્સ વિશે વાત કરી છે. ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ના પ્રમોશન વખતે ફરહાને ડિવોર્સ વિશે વાત કરી. ફિલ્મમાં પણ ફરહાન અને પ્રિયંકાના પાત્રો ફરીથી ભેગા થતા પહેલા છૂટા પડે છે. ત્યારે પોતાના અંગત જીવનમાં પત્ની સાથે લીધેલા છૂટાછેડા વિશે ફરહાને વાત કરી.

ફરહાનને ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, ડિવોર્સની વાત બાળકોને કહેવી કેટલી અઘરી હતી? ત્યારે એક્ટરે કહ્યું, “કશું જ સરળ નથી હોતું. તમારું બાળક જે વાત સાંભળવા તૈયાર ન હોય તે વાત તેને કહેવી સૌથી અઘરી હોય છે. તમારું બાળક મૂર્ખ નથી કે શું ચાલી રહ્યું છે તે સમજી ના શકે. તેમની પાસે એવી એનર્જી હોય છે જેથી તે સમજી શકે કે તેમના માતા-પિતા શું અનુભવી રહ્યા છે. તમારે તેમની સામે જૂઠું ના બોલવું જોઈએ. મેં તેમને કહ્યું હતું કે, અમારી વચ્ચે શું થયું છે. બાકીનું બધું આપોઆપ ગોઠવાઈ ગયું. સમય જતાં બાળક સમજી જાય છે કે તમે જે કર્યું તે શા માટે કર્યું. એ વખતે કદાચ ના સમજે તો પણ તેમને જે સાચું હોય તે કહી દેવું જોઈએ. તો જ તે તમારી સામે સાચું બોલતા શીખશે.”

બોલિવુડ એક્ટ્રેસિઝે દશેરાએ આ રીતે મનાવ્યું ‘સિંદૂર ખેલા’