newsdog Facebook

વરસાદ મામલે હવામાન વિભાગનો મોટો ખુલાસો, આ તારીખથી થશે ઠંડીની શરૂઆત

GSTV 2019-10-09 15:39:22

ગુજરાતમાંથી વરસાદ લગભગ વિદાય લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ કોઈ સિસ્ટમ ન બનતી હોવાને કારણે એક-બે દિવસમાં ચોમાસાની વિદાય થઈ જશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યારે બે દિવસ બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

આ સીઝનમાં મેઘરાજા મન મૂકીને વરસતા રાજ્યમાં કુલ 141 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ 15 નવેમ્બર બાદ તાપમાન ઘટાડો થવાની શરૂઆત થશે.

  • ગુજરાતમાંથી વરસાદે લીધી વિદાય
  • હાલ કોઈ સિસ્ટમ ન બનતી હોવાથી વરસાદની વિદાયઃ હવામાન વિભાગ
  • દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ
  • બે દિવસ બાદપરીસ્થતિ સ્પષ્ટ થશે
  • ચાલુ સીઝનમાં રાજ્યમાં ૧૪૧ ટકા વરસાદ નાંધાયો
  • ૧૫ નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો આવશેઃ હવામાન વિભાગ