newsdog Facebook

આજે સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર રાકેશ અસ્થાના મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, આ કેસમાં હતા સંડોવાયા

GSTV 2019-10-09 15:33:37

સીબીઆઈના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના મામલે આજે દિલ્હી હાઈકોર્ટમા સુનાવણી થવાની છે. જોકે, આ કેસની વધુ તપાસ માટે  સીબીઆઈએ કોર્ટ પાસે સમય માગ્યો છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં સીબીઆઈએ તત્કાલીન સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ઘ  લાંચ લેવાનો કેસ દાખલ કર્યો હતો.

અસ્થાના પર મીટના વેપારી મોઈન કુરેશીએ લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. સીબીઆઈએ આ મામલે જણાવ્યુ હતુ કે, હૈદરાબાદના સતીશ બાબુએ કરેલી ફરિયાદ બાદ રાકેશ અસ્થાના, દેવેન્દ્ર, મનોજ પ્રસાદ અને સોમેશ્વર પ્રસાદ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

સીબીઆઈનો આરોપ છે કે, ડિસેમ્બર 2017થી ઓક્ટોબર 2018 સુધી પાંચ વખત લાંચ લેવામાં આવી હતી. સીબીઆઈની કાર્યવાહી બાદ અસ્થાનાએ  દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.