newsdog Facebook

પાકિસ્તાની સાથે વિદેશી મહિલાને થયો પ્રેમ, સાત સમંદર પાર કરીને લગ્ન કરવા પોંહચીને પછી....

GSTV 2019-10-09 16:03:40

ઈન્ડોનેશિયાની એક મહિલાને પાકિસ્તાની શખ્સ સાથે લગ્ન કરવા માટે લાંબી યાત્રા કરી હતી. એક અહેવાલ મુજબ પાકિસ્તાનનાં પાકપત્નના રહેવા વાળા એક શખ્સને ઈન્ડોનેશિયાની મહિલા સાથે પ્રેમ થયો હતો. ત્યાર પછી તે લગ્ન કરવા માટે પાકિસ્તાન પહોંચી હતી.રિપોર્ટ અનુસાર બન્નેની મિત્રતા ફેસબુક એપ દ્રારા થઈ હતી. આરિફવાલા ગામનો રહેવાસી આમિર સોહેલને દેવી ફેરી વાલેદૈરી સાથે મિત્રતા થઈ હતી. બન્ને દરરોજ સોશ્યલ મિડીયા પર વાતચીત કરતા હતા. આ મહિલા જેવી પાકિસ્તાન પહોંચી તરતજ બન્ને લગ્નનાં તાંતણે બંધાઈ ગયા હતા.

જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસે આ લગ્નમાં બિન-જરૂરી દખલગીરી કરવાની કોશિશ કરી તો નવયુગલે સેશન કોર્ટમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

આ અગાઉ જૂનમાં, એક ઇન્ડોનેશિયન મહિલાને પાકિસ્તાની શખ્સે દગો કર્યો હતો ત્યાર બાદ પાકિસ્તાનથી તે મહિલા પરત ફરી અને પાકિસ્તાન છોડી દીધું હતું. મહિલાએ કહ્યું હતું કે તે વ્યક્તિએ તેના સુવર્ણ ભવિષ્યના સપના દર્શાવ્યા હતા. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ વિદેશી મહિલા પાકિસ્તાની સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન આવી છે. ગયા વર્ષે મારિયા એન્જેલો નામની યુવતી તેના બોયફ્રેન્ડ મોહસીન અલી સાથે લગ્ન કરવા માટે અમેરિકાથી લાહોર આવી હતી.