newsdog Facebook

ભારત પાસેથી વિશ્વકપ ખેંચી જનાર ઇંગ્લેન્ડના આ ખેલાડી પર પત્નીનું ગળું દબાવવાનો લાગ્યો આરોપ

GSTV 2019-10-09 15:41:46

ઈંગ્લેન્ડનો ધાકડ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ ગયો છે. તેની ઉપર પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલો વધુ ગરમાય તે પહેલાં તેની પત્નીએ પોતે સચ્ચાઈ જણાવી હતી. ક્લેયરે કહ્યુકે, તે દરેક રિપોર્ટ ખોટા છે. જેમાં કહેવામાં આવ્યુ છેકે, મારું ગળુ દબાવવાના પ્રયાસ કરાયા છે. આ મામલો એક પાર્ટી સાથે જોડાયેલો છે. જેમાં કહેવામાં આવ્યુ હતુકે, બેન સ્ટોક્સે તેની પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ મામલો પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન એવોર્ડ દરમ્યાનનાં ફોટા સાથે જોડાયેલો છે. જેમાં સ્ટોક્સનો હાથ તેની પત્નીનાં ગળા પર છે. આ ફોટો જલ્દીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. ત્યારબાદ તેની પત્ની ક્લેયરે સ્પષ્ટતા કરી હતી.

ટ્વીટર પર ક્લેયરે સ્પષ્ટતા આપી છે, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, આ લોકો આટલું બધું કંઈ રીતે બનાવી શકે છે. હું અને બેન હસી મજાક કરી રહ્યા હતા અને મજાકમાં એકબીજાનું મોઢું દબાવી રહ્યા હતા. એવું કરીને અમે અમારો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ લોકોએ આને એક અલગ જ કહાની બનાવી દીધી હતી, ત્યારબાદ અમે મેકડોનાલ્ડ પણ ગયા હતા.

વર્લ્ડ કપ-2019માં ઈંગ્લેન્ડની જીતના નાયક રહેલાં સ્ટોક્સે ક્લેયરની ટ્વીટને રિટ્વીટ પણ કરી હતી. તો બીજી તરફ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનાં ચીફ એક્ઝિક્યૂટિવ ટોમ હેરિસને કહ્યુકે, અમે ફંક્શનમાં આવેલાં લોકો સાથે વાત કરી હતી. પરંતુ બધા એક જ વાત કરી રહ્યા હતા.કે, આ ફક્ત પ્રેમ હતો.