newsdog Facebook

જાણો જીતુભાઇ વાઘાણીના યુવા મોર્ચાના કાર્યકર્તાથી લઇને પ્રદેશ અધ્યક્ષ સુધીની સફળ સફર વિશે

Punch Namu 2019-09-10 23:51:51

ભાવનગરની રાજકીય ક્ષેત્રે અતિ મહત્વની નોંધ લેવાઇ હોય તો તેમાં અનેક નામો સામે આવે છે. પરંતુ લોકસેવામાં જો કોઇ યુવા નેતાનું નામ હોય તો તે હાલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્રભાઇ સવજીભાઇ વાઘાણી એટલે આપણા જીતુભાઇ વાઘાણી છે. જીતુભાઇનો જન્મ 27 ઓક્ટોબર 1970ના રોજ ભાવનગર ખાતે થયો હતો. જીતુભાઇ લેઉઆ પાટીદાર સમાજ માંથી આવે છે. જીતુભાઇ વાઘાણી કોલેજમાં અભ્યાસ કરતા હતા તે સમયે એ.બી.વી.પી.માં સક્રિય હતાં અને ત્યારબાદ ભાજપના યુવા મોર્ચા સાથે જોડાયા હતાં. યુવા મોર્ચામાં જોડયા બાદ તેમની કાર્ય પધ્ધતિને જોતા ભાવનગર શહેર મંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી હતી. અને તેમના પરિશ્રમને જોતા 37 વર્ષની વયે તેમને 2007માં ભાવનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડવા માટેની તક આપવામાં આવી હતી. પરંતુ તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિહ ગોહિલ સામે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

જીતુભાઇ વાઘાણી 2007 થી 2010 સુધી ગુજરાતના યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. જયારે 2010 થી 2013 સુધી તેમણે ગુજરાત પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં નીકળેલી સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં સૌરાષ્ટ્રના સહ ઇન્ચાર્જ તરીકે તેમણે કામગીરી સંભાળી હતી. વડાપ્રધાન મોદીના શાસનકાળમાં થયેલા સદ્ભાવના સંમેલનોમા સહ ઇન્ચાર્જ રહ્યા હતાં.

‘પથ કા અંતિમ લક્ષ્ય નહીં, સિંહાસન ચઢતે જાતા, અંતિમ લક્ષ્ય હૈ હમારા, આગે બઢતે જાના” લોકસભાની ચૂંટણીના મળેલા પરાજય બાદ જીતુભાઇ પરાજયથી નિરાશ ન થયા અને આ મંત્રની સાથે તેઓ 5 વર્ષ સુધી ખુબ લોકસેવા કરી અને તેના પરીણામ સ્વરૂપે ફરી એક વાર પાર્ટીએ તેમને 2012માં ભાવનગર પશ્ચિમ બેઠક પર તક આપી. અને આ બેઠક પર તેઓની માત્ર જીત નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માંથી સૌથી વધારે 53,892 મતોથી વિજય મેળવનાર ઉમેદવાર બન્યા. અને જીતુભાઇ વાઘાણીની આ જંગી વિજયની પ્રદેશ કક્ષાએ પણ નોંધ લેવાઈ હતી. અને ભાજપ દ્વારા પક્ષ, વિચાર,વિવિધ રાજકીય પ્રવાહોના જાણકાર, સંગઠનનું કૌશલ્ય ધરાવનાર તથા પક્ષની વિચારધારાને સમર્પિત એવા જીતુભાઇ વાઘાણીને 2016માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે તેઓએ જીલ્લા તથા સૌરાષ્ટ્ર લેવલે કામ શરૂ કરી દીધુ હતું. અને રાજ્યની વિવિધ નગર પાલિકા, મહાનગર પાલિકા, તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, વિધાનસભા બેઠકોમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. 2017ની લોકસભાની ચૂંટણીમાં જીતુભાઇ વાઘાણી ફરી એકવાર ભાવનગરની પશ્રિમની બેઠક પર મેદાને ઉતર્યા અને આ વખતે પણ તેમનો ભવ્ય વિજય થયો. આમ ગુજરાત પ્રદેશ આધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના સફળ કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ભાજપને માત્રને માત્ર સફળતા જ પ્રાપ્ત કરી છે.

જીતુભાઈના સામાજીક જીવન વિશે વાત કરવામાં આવે તો તેઓ પ્રતિ વર્ષે પોતાના વિધાનસભા વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આશરે 1 લાખથી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓને પતંગોનુ વિતરણ કરે છે. યોગ્ય સમાજના નિર્માણ હેતુ શહેરમાં પુસ્તક મેળાનું આયોજન કરી 4 લાખથી વધુ પુસ્તકો પડતર કિમતે લોકોને આપે છે. સાથે જ વિના મુલ્યે ફરતુ પુસ્તકાલય, તબીબી સારવાર,મોતિયાના ઓપરેશન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા રહે છે.