newsdog Facebook

વુમન્સ ડબલ્સમાં મેર્ટેન્સ - સબાલેન્કાની જોડી જીતી યુએસ ઓપનનો ખિતાબ

Akila News 2019-09-11 00:00:00

ન્યુ યોર્ક : યુએસ ઓપનના વુમન્સ ડબલ્સના વર્ગમાં એલિસ ર્મે્ટેન્સ અને અરીના સબાલેન્કાની જોડીએ વિકટોરિયા અઝરેન્કા અને એશલિગ બાર્ટીની જોડીને ૭-૫, ૭-૫થી પરાસ્ત કરીને યુઅસ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. જીત બાદ મેર્ટન્સે કહ્યું હતું કે અમે વર્ષની શરૂઆતમાં જ નક્કી કરી લીધું હતું કે અમે બંને સાથે રમીશું. અમે કયારેય નહોતું વિચાર્યું કે અમે આ ટાઇટલ જીતીશું. અમને ખુશી છ છે કે અમે આ ટાઇટલ જીતી શકયાં અને એવું લાગી રહ્યું હતું કે બે ડબલ્સ પ્લેયર્સ તરીકે વિકાસ કરી રહ્યાં છીએ.


( ડાબેથી) વિકટોરિયા અઝરેન્કા અને એશલિગ બાર્ટીની જોડી સાથે એલિસ મેર્ટેન્સ અને આર્યના સબાલેન્કા પોતપોતાની ટ્રોફી સાથે નજરે પડે છે.