newsdog Facebook

ભાજપ દ્વારા પેટાચૂંટણીની તૈયારી : સાત વિધાનસભા બેઠક માટે ઇન્ચાર્જની નિમણુંક

Akila News 2019-09-11 00:00:00

 


અમદાવાદ : ભાજપ દ્વારા પેટાચૂંટણીના શ્રી ગણેશ કરી દેવામા આવ્યા છે. 7 વિધાનસભામાં ભાજપે આજે ઇન્ચાર્જની નિમણૂક કરી છે. સરકારના એક મંત્રી તથા સંગઠનના એક પદાધિકારી એમ 2 ઇન્ચાર્જની નિમણૂક આજે કરવામા આવી છે. જે ચૂંટણી સુધી બેઠકો પર સીઘી નજર રાખશે. મહત્વનુ છે કે બાયડ તથા ખેરાલુ ઉત્તર ગુજરાતની ટફ બેઠકો છે. જેની જવાબદારી પ્રદીપ સિહ જાડેજા તથા ડેપ્યુટી સીએમ નિતિન પટેલને સોપવામા આવી છે

વિધાન સભાના ઇન્ચાર્જ ના નામ મુજબ છે .

  • મોરફા હડફ - શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ગણપતસિંહ વસાવા
  • લુણાવાડા - ભરતસિહ પરમાર, જયદ્રથ સિહ પરમાર
  • થરાદ -દુષ્યંત પ્ંડ્યા, ભુપેન્દ્ર સિહ ચુડાસમા
  • ખેરાલુ - જગદીશ પટેલ, ડેપ્યુટી સીએમ નિતિન પટેલ
  • અમરાઇવાડી - આઇ કે જાડેજા, આર સી ફળદુ
  • બાયડ - હર્ષદ ગિરિ ગોસવામી, પ્રદીપ સિહ જાડેજા
  • રાધનપુર - કે.સી.પટેલ , દિલીપજી ઠાકોર