newsdog Facebook

એપલનો નવો આઈફોન 11 રિલીઝ થયો; કિંમત છે 699 ડોલર

Chitralekha 2019-09-11 00:00:00

કૂપર્ટિનો (કેલિફોર્નિયા) – એપલ કંપનીએ આજે સવારે અહીં તેનો નવો બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન આઈફોન 11 લોન્ચ કરી દીધો છે. જેની કિંમત એણે રાખી છે 699 ડોલર.

એપલના અત્રેના હેડક્વાર્ટરના સ્ટીવ જોબ્સ થિયેટરમાં યોજેલી એપલ ઈવેન્ટમાં આઈફોન 11 ઉપરાંત આઈફોન 11 પ્રો તથા આઈફોન 11 પ્રો મેક્સ ફોન પણ લોન્ચ કરી દીધા છે.

આઈફોન11 લોન્ચ 6.1 ઈંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે,  720 પિક્સેલ રિઝોલ્યૂશનના ફીચર સાથે લોન્ચ કરાયો છે.

આઈફોન11 છ રંગમાં મળશે – બ્લેક, સફેદ,  પર્પલ, લીલો, પીળો અને લાલ.

આઈફોન11 ડ્યૂઅલ કેમેરાવાળો છે. એક વાઈડ કેમેરા છે અને બીજો અલ્ટ્રા-વાઈડ કેમેરા છે.

આ ફોનમાં વાઈ-ફાઈ 6 સપોર્ટ, ફાસ્ટર ફેસ અનલોક, વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધા તેમજ ડ્યુઅલ રિયર કેમેરા છે.

એપલે આઈફોન 11 પ્રો અને આઈફોન પ્રો મેક્સ ફોન પણ લોન્ચ કર્યા છે.

આઈફોન 11 પ્રોમાં 5.8 ઈંચ તો પ્રો મેક્સમાં 6.5 ઈંચ રેટિના ડિસ્પ્લે છે. તદુપરાંત એમાં ડોલ્બી વિઝનની પણ સુવિધા છે.

એપલ વોચ સિરીઝ-5 રિલીઝ કરવામાં આવી છે. આ વોચ એક વાર ચાર્જ કર્યા પછી એમાં ૧૮ કલાક સુધીના બેટરી બેકઅપની સુવિધા છે.

એપલે આ ઈવેન્ટમાં ૭મા જનરેશનનું iPad લોન્ચ કર્યું હતું. ૧૦.૨ ઈંચ રેટિના ડિસ્પ્લેવાળા આ આઈપેડમાં અલગથી કીબોર્ડ અટેચ કરી શકાય છે. એપલનું નવું આઈપેડ મોટા સ્ક્રીનવાળુ઼ં હશે.  

એપલે Apple TV+, પ્રીમિયમ સ્ટ્રીમીંગ સર્વિસ પણ લોન્ચ કરી છે. AppleTV+ એક સાથે ૧૦૦ દેશોમાં લોન્ચ કરવામાં આવશે. એની સબ્સક્રીપ્શન કિંમત ૪.૯૯ ડોલર પ્રતિ મહિનો હશે.