newsdog Facebook

આર્ટિકલ 370: ધરપકડ કરાયેલા અલગાવાદી તેમજ રાજનેતા 1 વર્ષ સુધી રહી શકે છે જેલમાં

Khabarchhe 2019-08-13 00:00:00

જમ્મુ-કાશ્મીરનો વિશેષાધિકાર સમાપ્ત કરી બે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાને ધ્યાનમાં રાખીને ધરપકડ કરાયેલા વિવિધ રાજનેતિક દળોના નેતાઓ, અલગાવવાદીઓ તેમજ અન્ય લોકોને વહેલા છોડવામાં આવે તેવા કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા. સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે, તેમને એક વર્ષ સુધી બંધ રાખવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્તાની સ્થિતિ જાળવી રાખવા માટે કોઈપણ પ્રકારના રાષ્ટ્રવિરોધી પ્રદર્શનોની સંભાવનાને ટાળવા માટે રાજ્ય પ્રશાસને ગત 8 દિવસો દરમિયાન આશરે 700 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આશરે 150 લોકોને દેશના વિવિધ રાજ્યોની જેલોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

જેમાં અલગાવવાદીઓ ઉપરાંત, નેશનલ કોન્ફ્રેન્સના મહાસચિવ અલી મોહમ્મદ સાગર પણ છે. નેશનલ કોન્ફ્રેન્સ ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ઉપરાંત PDP અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી પણ ધરપકડ કરાયેલા નેતાઓમાં સામેલ છે. જોકે, મેહબૂબાન હરિ નિવાસમાં અને ઉમર અબ્દુલ્લાને વન વિભાગના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. પરંતુ આધિકારીકરીતે કોઈપણ વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી આ બંને નેતાઓ વિશે બોલવા તૈયાર નથી.

આ અંગે વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, ઘાટીમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની હિંસા ફેલાવી ન શકે તે માટે વિવિધ નેતાઓ અને અન્ય લોકોની સુરક્ષાના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી કેટલાકને જન સુરક્ષા અધિનિયમ અંતર્ગત પણ બંદી બનાવવા અંગેની સૂચના છે. પરિસ્થિતિ સામાન્ય થતા કેટલાક રાજકીય નેતાઓને છોડવામાં આવી શકે છે. ઘણા લોકોને રાજ્ય પ્રશાસન વિવિધ કાયદાકીય પ્રાવધાનો અંતર્ગત આવનારા એક વર્ષ સુધી બંધ રાખી શકે છે.