newsdog Facebook

ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી , હિતેશ અંટાળા,સહિતના કલાકારોએ કેસરિયો ધારણ કર્યો

Akila News 2019-08-13 00:00:00

ગાંધીનગર :ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી સહિતના વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે કલાકારોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે. આ પહેલા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે.


 

  ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે  વધુ કલાકારો ભાજપમાં જોડાયા છે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો ભાજપમાં જોડાયા છે.લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા, ઘનશ્યામ લાખાણી, હિતેશ અંટાળા, કિરણબેન ગજેરા, દેવાંગી પટેલ, સુખદેવ ધામેલીયા, સંજય સોજીત્રા અને અલ્પેશ પટેલ સહિતના કલાકારો કમલમ ખાતે વિધિવત ભાજપમાં જોડાઇ ગયા છે
ભાજપમાં જોડાવાની સાથે જ ઘનશ્યામ લાખાણીએ જણાવ્યું હતું કે, દેશ વિદેશમાં નરેન્દ્ર મોદીનું નામ ગર્વથી લેવાય છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપમાં જોડાયો છું. અંતરથી આ દેશ માટે કામ કરનારા લોકો સાથે જોડાયો છું. તો બીજી તરફ ઉર્વશી રાદડિયાએ જણાવ્યું હતું કે, એક દિશા સૂચક ભારતને આગળ લઈ જવા યુવાનોએ જોડાવું પડશે. આ પહેલેથી ભાજપ સાથે જોડાયેલી છું