newsdog Facebook

હવે આ રાજ્યમાં 10 ધારાસભ્યો BJPમા જોડાયા

Khabarchhe 2019-08-13 00:00:00

સિક્કિમની પ્રમુખ પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના 10 ધારાસભ્યો મંગળવારે BJPમાં જોડાયા. પૂર્વ CM પવન કુમાર ચામલિંગ સહિત 4 અન્ય ધારાસભ્યોને છોડીને બાકીના તમામ ધારાસભ્યોએ દિલ્હી આવીને BJPની સભ્યતા ગ્રહણ કરી હતી. BJPના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા અને મહાસચિવ રામ માધવે તેમને પાર્ટીની સદસ્યતા લેવાડી હતી. સિક્કિમમાં BJP અત્યારસુધી ખાતું ખોલી શકી નહોતી, પરંતુ CDFના 10 ધારાસભ્યોના પાર્ટી જોઈન કરાયા બાદ BJPની તાકાત વધી ગઈ છે.

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે સિક્કિકમમાં 25 વર્ષો સુધી શાસન કર્યું. સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2019માં પવન કુમાર ચામલિંગની પાર્ટી SDFના 15 ધારાસભ્યો જીત્યા હતા. જ્યારે BJPને એકપણ સીટ મળી નહોતી. પરંતુ SDFના 15માંથી 10 ધારાસભ્યોના પાર્ટી જોઈન કરવાના કારણે BJP એક જ ઝટકામાં ઝીરોમાંથી 10 થઈ ગઈ છે.

પવન ચામલિંગે 1993માં SDFનું ગઠન કર્યું હતું. પાર્ટીને ત્યારબાદ 1994, 1999, 2004, 2009, 2014ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી. જોકે, 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં SDFએ હારનો સામનો કરવો પડ્યો. જણાવી દઈએ કે, રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (SKM)ની સરકાર છે. પ્રેમ સિંહ તમાંગ મુખ્યમંત્રી છે.