newsdog Facebook

સતત 7 વર્ષ સુધી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીનાં મોતથી થરથરી ઉઠ્યું’તું આખું બોલિવૂડ

Sandesh 2019-08-13 01:13:00

ભારતીય સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનો આજે જન્મદિવસ છે. આજે 13 ઓગસ્ટે શ્રીદેવીનો 55મો જન્મદિવસ છે. બોલિવૂડની સુંદર અને ટેલેન્ટેડ એકટ્રેસ શ્રીદેવી ભલે આ દુનિયામાં ન હોય પણ આજે પણ તેમની યાદો જીવંત છે. તે સૌના દિલમાં અલગ જ છાપ મૂકી ગઈ છે. એવી વાતો થઈ રહી છે કે દુબઈની મુલાકાત દરમિયાન તેઓને હાર્ટએટેક આવ્યો અને 54 વર્ષની નાની વયે બોલિવૂડને અલવિદા કહી ગયા હતા. આ તકે ફરીથી એક વખ જાહ્નવી પોતાની દિવંગત મા ને યાદ કરતી અને એના માટે પોતનો પ્રેમ વ્યક્ત કરતી નજરે આવી છે.

View this post on Instagram

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Aug 12, 2019 at 7:14pm PDT


શ્રીદેવી જ્યારે બોલિવૂડમાં આવી ત્યારે તેને હિન્દી આવડતું નહોતું. શ્રીદેવી 1985 થી 1992 દરમિયાન સૌથી વધુ કમાણી કરનારી હિન્દી અભિનેત્રી હતી. બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીને સ્ટીવન સ્પીલબર્ગ દ્વારા હોલિવૂડની ફિલ્મ ‘જુરાસિક પાર્ક’માં ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ બોલિવૂડથી વિરામ લેવાની અનિચ્છાને કારણે ઇનકાર કરી દીધો હતો. ‘ના જાને કહા સે આઈ હૈ’ ગીતના શૂટિંગ દરમિયાન શ્રીદેવીને ખૂબ જ ફીવર હતો. શ્રીદેવીએ 1989માં ફિલ્મ ‘ચાંદની’ માટે તેના સંવાદો સૌ પ્રથમ વખત ડબ કર્યા હતા.

જ્યારે શ્રીદેવી કારકિર્દીના શિખરે પહોંચ્યા ત્યારે તેમને અનેક મેરેજ પ્રપોઝલ મળ્યા જેમાં અમેરિકન અને બ્રિટિશ ભારતીયોનો સમાવેશ થતો. શ્રીદેવી અનેક ભાષાઓમાં સ્પષ્ટ વાતચીત કરી શકતી હતી, જેમકે, તમિળ, તેલુગુ, અંગ્રેજી. શ્રીદેવી પરિવારમાં કમાનારી એક માત્ર વ્યક્તિ હતી. તે પરિવારની આર્થિક જવાબદારી નિભાવતી હતી. વર્ષ 1976 થી 1982ની વચ્ચે એને ઘણી બધી તમિલ અને તેલુગૂ ફિલ્મો કરી જેમાંથી મોટાભાગે ફિલ્મો એને રજનીકાંત, કમલ હાસન જેવા સુપર સ્ટાર્સની સાથે કરી. બોલીવુડમાં શ્રીદેવી એક એવી એક્ટ્રેસ રહી જેને હંમેશા પડકારરૂપ કિરદાવર જોરદાર નિભાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન