newsdog Facebook

આજી-1 ની સપાટી 23 ફૂટ ઉપર અને ભાદર-1 ની સપાટી 24 ફૂટ ઉપર પહોંચી

Sanjsamachar 2019-08-13 01:04:00

રાજકોટ તા.13
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે. છતા પણ રાજકોટ સિંચાઈ વર્તુળનાં છુટાછવાયા ડેમોમાં નવા નીરની આવક ચાલુ રહેવા પામી છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમ્યાન રાજકોટનાં આજી-1 અને ભાદર-1 સહીત વધુ 5 ડેમોમાં નવા નીરની સામાન્ય આવક થવા પામી છે.
આ અંગેની પ્રાપ્ત વધુ વિગતો મુજબ ભાદર-1 ડેમમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 0.16 ફૂટ નવુ પાણી આવતા ડેમની સપાટી 24.20 ફૂટે પહોંચી છે.
આ ઉપરાંત આજી-1 ડેમમાં 0.23 ફૂટ નવુ પાણી આવતા ડેમની સપાટી 23.20 ફૂટે પહોંચી ગઈ છે. અને ભાદર-2માં 0.33 ફૂટ નવુ પાણી આવતા ડેમની સપાટી 15.80 ફૂટ થવા પામી છે.
આ ઉપરાંત મોરબીનાં બ્રાહ્મણી ડેમમાં પણ 0.30 ફૂટ નવુ પાણી આવતા ડેમની સપાટી 24.10 ફૂટ થઈ છે. જયારે સુરેન્દ્રનગર જીલ્લાનાં ધારી ડેમમાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન 1.31 ફૂટ નવુ પાણી આવતા ડેમની સપાટી 12.10 ફૂટે પહોંચી જવા પામી છે.