newsdog Facebook

રસોડામાં રહેલી આ ચીજોથી બને છે છાસનો મસાલા પાઉડર

Vtv News 2019-07-11 21:38:39
Team VTV 12:27 PM, 10 May 19

ગરમીની સિઝનમાં છાસ પીવી ખૂબ જ સારી પડે છે. જો ઘરમાં છાસનો મસાલો નથી તો અપનાવો આ ટિપ્સ અને મીનિટોમાં જ તૈયાર કરો.

જરૂરી સામગ્રી
2 ટી સ્પૂન જીરૂ
1 ટી સ્પૂન વ્હાઇટ મરચું
1/2 ટી સ્પૂન મરી
2 1/2 ટી સ્પૂન કોથમીર
1 ટી સ્પૂન કાળું મીછું
સ્વાદાનુસાર મીઠું
1 1/2 ટી સ્પૂન સૂંઠનો પાઉડર
1 1/2 ટી સ્પૂન ફુદીનાના સૂકા પાન 
1 ટેબલસ્પૂન આમચૂર પાઉડર 

બનાવવાની રીત:
એક ફ્રાઇ પેનમાં જીરુ અને કોથમીરના બીજ નાંખો. 
મધ્યમ તાપમાં એને ગોલ્ડન થવા સુધી શેકો. 
હવે ઠંડું થવા દો. ત્યારબાદ મિક્સર જારમાં જીરૂ, કોથમીરના બીજ, આમચૂર સૂંઠ, ફુદીનો અને કાળી મરી નાંખો. 
હવે તમામ સામગ્રીને મિક્સરમાં પીસીને બારીક પાઉડર બનાવી લો. હવે પીસેલા મસાલાને જારથી નિકાળીને ઠંડું કરી લો.  લો તૈયાર છે છાશનો મસાલો. એને એર ટાઇટ ડબ્બામાં રાખો અને જ્યારે ઇચ્છો ત્યારે છાશમાં ઉપયોગ કરો.