newsdog Facebook

Sunrisers Hyderabad to face Chennai in IPL final, Defeat by 13 runs to KKR

Vtv News 2019-07-11 21:37:11
Team VTV 07:30 AM, 26 May 18 | Updated: 06:54 PM, 30 Mar 19

IPL સિઝન 11ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકત્તા નાઈટરાઇડર્સને 13 રનથી હરાવીને બીજી વખત IPL ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. હવે જબરદસ્ત મુકાબલો હૈદરાબાદની મેચ બે વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ સાથે  27મે એટલે કે આવતી કાલે રવિવારે થશે.

તમને જણાવીએ કે રશીદ ખાન સહિત હૈદરાબાદના બોલર્સે સ્કોર ડિફેન્ડ કરવામાં પોતાની ઇજારાશાહી કાયમ રાખતાં શુક્રવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બીજી ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 13 રનથી હરાવીને 2018ની આ ટી20 ક્રિકેટ લીગની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

જ્યાં રવિવારે તેનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આમ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સામે થયેલા પરાજયનો બદલો લેવાની સનરાઇઝર્સને તક મળી છે. અહીંના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટે 174 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

જેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરને અંતે નવ વિકેટે 161 રન કર્યા હતા. મેચમાં હૈદરાબાદના બોલર્સે કમાલ કરી હતી. એક તબક્કે કોલકાતાની ટીમ 175 રન કરી દેશે તેમ જણાતું હતું પરંતુ અફઘાન બોલર રશીદ ખાન સહિત હૈદરાબાદના તમામ બોલર્સે પરિસ્થિતિને અનુરૂપ બોલિંગ કરીને સમયાંતરે હરીફ ટીમની વિકેટો ખેરવી હતી. 

ઓપનર ક્રિસ લિને 48 અને શુભમન ગિલે લડાયક 30 રન ફટકાર્યા હતા પરંતુ કોલકાતાને છેક સુધી ટકી શકે તેવા બેટ્સમેનની જરૂર હતી જેમાં તેઓ થાપ ખાઈ ગયા હતા. રશીદ ખાને ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી તો સિદ્ધાર્થ કૌલે પણ વર્તમાન સિઝનનું તેનું ઉત્કૃષ્ટ ફોર્મ જાળવી  રાખીને બે વિકેટ લીધી હતી. 

કાર્લોસ બ્રાથવેટે છેલ્લી ઓવરમાં કોલકાતાને 19 રનની જરૂર હતી ત્યારે ઉપરા ઉપરી બોલમાં બે વિકેટ લઈને હરીફ ટીમની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. અગાઉ સનરાઇઝર્સ માટે પણ કોઈ બેટ્સમેન અડધી સદી નોંધાવી શક્યો ન હતો પરંતુ તેના ત્રણ બેટ્સમેને 30+નો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં રશીદ ખાનના દસ બોલમાં 34 રન મુખ્ય હતા. 

તેણે બે બાઉન્ડ્રી ઉપરાંત ચાર સિક્સર પણ ફટકારી હતી. ઓપનર રિદ્ધિમાન સહાએ 35 અને શિખર ધવને 34 રન ફટકાર્યા હતા. સાકીબ હસને 28 રનનું યોગદાન આપ્યું હતું. 

કુલદીપ યાદવે કોલકાતા માટે બે વિકેટ લીધી હતી. હવે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ફાઇનલ રમાશે. 

આ જ બે ટીમ આ વખતે પોઇન્ટ ટેબલમાં મોખરે રહી હતી. જેમાં ચેન્નાઈએ પ્રથમ ક્વોલિફાયરમાં હૈદરાબાદને બે વિકેટ હરાવીને અગાઉથી જ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.