newsdog Facebook

KOLKATA TV MECHANIC BIRJU RAJAK IS OWNER OF FIVE COMPANIES AND HE DOES NOT KNOW IT...

Vtv News 2019-07-11 21:20:19
Team VTV 03:45 PM, 11 Aug 18 | Updated: 06:54 PM, 30 Mar 19

વ્યવસાયથી ટીવી મિકેનિક એક વ્યક્તિ પાંચ કંપનીઓનો માલિક છે. એટલું જ નહીં તેના બેન્ક એકાઉન્ટથી કરોડોની લેણ-દેણ થાય છે. પણ વિચારવા જેવી વાત એ છે કે તે દિવસમાં ફક્ત ફક્ત 250 રૂપિયા જ કમાય છે. એટલુંજ નહીં તેની પાસે ફક્ત 10 હજાર રૂપિયાની જમા-પૂંજી છે.

આ કારણે મળી ઈન્કમટેક્ષ નોટિસ

હકીકતમાં આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઈન્કમટેક્ષ વિભાગે કલકત્તાના એક સ્લમ એરિયામાં રહેતા વ્યક્તિને નોટિસ મોકલી. 42 વર્ષીય આ મિકેનિક પાસેથી તે 5.47 લાખ રૂપિયાની લેણદેણનો જવાબ માંગવામાં આવ્યો છે જે તેના ખાતમાં 27 મે 2 સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવી. સમન મળવા પર જ્યારે તે વ્યક્તિ ઈન્કમટેક્ષ વિભાગના દફ્તર પહોચ્યો ત્યારે તેણે જે કારણ આપ્યુ તે સાંભળિને અધિકારીઓ પણ વિચારમાં પડી ગયા. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે વ્યક્તિની માતા કેટલાક સમય પહેલા એક વ્યવસાઈના ઘરે કામ કરતી હતી. તે વ્યવસાઈએ તેની માતા પાસે આધાર કાર્ડ અને અન્ય ઓળખ પત્રો મંગાવ્યા હતા. તેના મારફતે તેણે આ સ્લમ વ્યક્તિનું પાન કાર્ડ પણ બનાવી દિધું. ત્યાર બાદ આ સ્લમ વ્યક્તિના નામથી ફક્ત બેન્ક ખાતાઓ જ નહીં પણ કાગળ પર તે પાંચ કંપનીઓનો ડાયરેક્ટર પણ બની ગયો.