newsdog Facebook

વિધાનસભામાં ખેડૂત દેવા માફી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન

Vtv News 2019-07-11 21:14:18
Team VTV 08:54 PM, 11 Jul 19 | Updated: 09:08 PM, 11 Jul 19

ખેડૂત દેવા માફી અંગેનું ખાનગી બિલ ગૃહમાં નામંજૂર થયું છે. ખેડૂત દેવા માફી અંગેના ખાનગી બીલ પર મતદાન કરવામાં આવ્યુ હતું. પરંતુ ભાજપના ધારાસભ્યોએ ખેડૂત દેવા માફી બીલના સમર્થનમાં મત આપ્યા ન હતાં. બહુમતીના જોરે ગૃહમાં ખેડૂત દેવા માફી બીલ નામંજૂર થયું છે. 

કોંગ્રેસના સભ્યોએ ખેડૂત દેવા માફી અંગે નારા લગાવ્યા હતાં. વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યો બેનરો દર્શાવ્યા હતાં. આ પહેલા વિધાનસભામાં ખેડૂત દેવા માફી ખાનગી બીલ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

DyCM નિતીન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખાનગી બિલ તરીકે કોંગ્રેસ દેવા માફીનું વિધેયક લાવી હતી. કોંગ્રેસ ખેડુતોની ચિંતા કરે તે માટે બિલ લાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના સમયમાં ખેડૂતોના ધિરાણ પર 18 ટકા વ્યાજ લેવામાં આવતું હતું. વ્યાજખોર જેટલું વ્યાજ વસુલે એમ કોંગ્રેસની સરકાર વ્યાજ વસુલતી હતી. ગુજરાતના ખેડૂતો 30થી 35 હજાર કરોડ ધિરાણનુ વ્યાજ સરકારે ચુકવ્યું. ભારત સરકાર 4 ટકા અને ગુજરાત સરકાર 3 ટકા ખેડૂત તરફથી ભારે છે. ગુજરાતના ખેડૂતો બેન્ક લોન 95 ટકા સુધી લોન ભરી દે છે. 

વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતના ખેડૂતોને બદનામ કરવાનું કામ કરે છે. લોન લેવી અને ધિરાણ લેવું બંને અલગ વાત છે જેનું જ્ઞાન કોંગ્રેસ પાસે નથી. ખેડૂતોનું હિત એજ સરકારનું હિત છે. કોંગ્રેસ સરકારે ખેડૂતો પર ગોળીબાર કરાવેલો હતો. અમારી સરકારમાં ખેડૂતો પર કોઈપણ ગોળીબાર નથી કર્યો. કોંગ્રેસ સસ્તી લોકપ્રિયતા મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. ખેડૂતો પણ વિકાસ ઈચ્છે છે દેવામાફી નથી ઇચ્છતા.

વિધાનસભામાં ખેડૂત દેવા માફી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે UPA સરકારે દેવું માફ કર્યું હતું. કોંગ્રેસે આનુસંગિક કામગીરી ન કરતા ફરી ખેડૂતો દેવાદાર બન્યા છે. દેવા માફી અંગે કેટલાક લોકોની પીન ચોટી ગઇ છે.

વધુમાં નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના મિત્રો ગુજરાતના ખેડૂતોને બદનામ ન કરે છે. 2014-15માં ખેડૂતોએ જે લોન લીધી તેમાંથી 89 ટકા પરત કરી હતી. 2016-17માં લોનની 95 ટકા રકમ પરત થઇ. 2017-18માં પણ લોનની 95 ટકા રકમ પરત થઇ. જ્યારે ચાલુ વર્ષે પણ ખેડૂતો મહદઅંશે લોન પરત કરી છે.